કોર્ટનો નિર્ણય:સગીરાને બિસ્કિટની લાલચ આપીને દુષ્કર્મ કરનાર શખ્સને 20 વર્ષની કેદ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોસ્કો સ્પેશિયલ અદાલત દ્વારા ડબકાના આરોપીને સજા ફટકારાઈ
  • 2018માં સગીરાને​​​​​​​ ખેતરમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું

જિલ્લાના વડુ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ડબકા ગામમાં 3 વર્ષ પહેલાં 11 વર્ષની સગીરાને ચાલ તને મમરા બિસ્કિટ લઇ આપું તેમ કહી લલચાવ્યા બાદ ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ કરનારા શખ્સને પોસ્કો સ્પેશીયલ અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

ગત 5-01-2018ના રોજ સાંજે સાડા 6 વાગે ગામના જ બળવંતસિંહ ભગવાનસિંહ પરમારે ત્યાં જ રહેતી 11 વર્ષીય 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી સગીરાને ચાલ તને મમરા બિસ્કિટ લઇ આપું, પછી તને તારા પપ્પા પાસે ખેતરમાં મૂકી જઇશ તેમ કહીને પોતાની સાથે લઇ ગયો હતો અને તેને ખેતરમાં લઇ જઇ બાળા સાથે દુષ્કર્મ કર્યું હતું. સમગ્ર કેસમાં પોલીસે બળવંતસિંહની ધરપકડ કરી હતી અને તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ થઇ હતી. અદાલતી કાર્યવાહી બાદ પોસ્કો સ્પેશિયલ અદાલતે આરોપી બળવંતસિંહ પરમારને 20 વર્ષની સખત કેદની સજા અને 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કેસની સુનાવણીમાં સરકારી વકીલ અતુલ જે.વ્યાસે ધારદાર દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...