રિમાન્ડ:3 કિલો ગાંજા સાથે પકડાયેલા શખ્સને 3 દિવસના રિમાન્ડ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર આવેલી શ્રીજી ટાઉનશિપમાં રહેતા યુવકને શહેર એસઓજી પોલીસે 3.99 કિલો ગાંજાનો જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને અદાલતમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તપાસમાં તે કવાંટ પાસેના કુમેઠી ગામના અજાણ્યા શખ્સ પાસેથી સાડા ત્રણ કિલો ગાંજો લાવ્યો હોવાનું જણાતાં વિવિધ મુદ્દા પર તપાસ શરૂ કરાઇ હતી.

એસઓજી પોલીસે બુધવારે વાઘોડિયા રોડની શ્રીજી ટાઉનશિપના મકાનમાં દરોડો પાડી મોહીત સુરેશ તડવીને 3.99 કિલો ગાંજા (કિંમત 31 હજાર) સાથે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં ક્વાંટ પાસેના કુમેઠી ગામમાંથી અજાણ્યા શખ્સ પાસેથી સાડા ત્રણ કિલો ગાંજો લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેને અદાલતમાં રજૂ કકરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગાંજાનો મુખ્ય સપ્લાયર કોણ છે, કોલ ડિટેઇલના આધારે તે ગાંજો કોને કોને વેચતો હતો, ડ્રગ્સનું નેટવર્ક કોની મદદથી ચલાવતો હતોઅન્ય કયા પેડલરો સામેલ છે તેની પણ તપાસ શરૂ કરાઇ છે. પોલીસે તેના બેંક ખાતાની પણ માહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...