SOGનો સપાટો:મુંબઇની લેડી ડ્રગ્સ સપ્લાયર પાસેથી ડ્રગ્સ લાવી વડોદરામાં વેચતો શખ્સ ઝડપાયો, 15 લાખનું મેફેડ્રોન જપ્ત

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડ્રગ્સ સાથે ઝડપાયેલ ગૌરાંગ ઉર્ફે ગોકુલ શાહ. - Divya Bhaskar
ડ્રગ્સ સાથે ઝડપાયેલ ગૌરાંગ ઉર્ફે ગોકુલ શાહ.
  • મુંબઇની ડ્રગ્સ સપ્લાયર વર્ષા નામની મહિલા આપતી હતી ડ્રગ્સ

શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ હરણી રોડની શાંતિકુંજ સોસાયટીમાંથી એેસ.ઓ.જી. દ્વારા 15 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્ર્સ જપ્ત કરી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

મિશન ક્લિન વડોદરા
વડોદરા પોલીસ દ્વારા ડ્રગ્સ નાબૂદી હેઠળ 'મિશન ક્લિન વડોદરા' ચલાવવામાં આવી રહ્યું છે. જે હેઠળ એમ.એસ.જીના ASI લક્ષ્મીકાંત ભીખુભાઇને બાતમી મળી હતી કે કારેલીબાગ વિસ્તારમાં શાંતિકુંજ સોસાયટીમાં ગોકુલ શાહ નામનો શખ્સ ડ્રગ્સનું વેચાણ કરે છે. જેના આધારે દરોડો પાડતા ગૌરાંગ ઉર્ફે ગોકુલ મનહર શાહને ઝડપી લઇ તેના ઘર A-43, શાંતિકુંજ સોસાયટી ભાગ-1, સવાદ ક્વાટર્સ પાસે, હરણી રોડ પર સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ગોકુલ શાહના ઘરમાંથી 151 ગ્રામ 440 મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત 15 લાખ 14 હજાર 400 આંકવામાં આવી છે.

મુંબઇથી લાવ્યો હતો ડ્રગ્સ
આ મામલે ગોકુલ શાહની ધરપકડ કરી વારસિયા પોલીસ સ્ટેશનમાં તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ એસ.ઓ.જી દ્વારા આ કેસમાં વધુ તપાસ હાથધરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ગોકુલ શાહ મુંબઇની ડ્રગ્સ સપ્લાયર વર્ષા નામની મહિલા પાસેથી જથ્થો લાવતો હતો.

નાની પડીકીઓ બનાવી બંધાણીઓને આપતો
ગોકુલ શાહે કબુલ્યું છે કે તે છેલ્લા દોઢ વર્ષથી મુંબઇની ડ્રગ્સ સપ્લાયર વર્ષા પાસેથી ડ્રગ્સ લાવતો હતો અને નાની-નાની પડીકીઓ બનાવી નશો કરતા લોકોને વેચાણ કરી કમાણી કરતો હતો. ઉલ્લેખની છે કે ગૌરાંગ ઉર્ફે ગોકુલ શાહ સામે અગાઉ જુગાર અને એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે.

પડીકી દીઠ ~2500 લઇ બંધાણીઓને વેચતો
એસઓજી સમક્ષ ગોકુલ શાહે કબુલ્યું હતું કે, તે છેલ્લા દોઢ વર્ષથી મુંબઇની ડ્રગ્સ સપ્લાયર વર્ષા પાસેથી ડ્રગ્સ લાવતો હતો અને નાની-નાની પડીકીઓ બનાવી નશો કરતા લોકોને વેચાણ કરી કમાણી કરતો હતો. એક પડીકીના તે રૂ.2500 બંધાણીઓ પાસે લેતો હતો. ગોકુલ શાહ સામે અગાઉ જુગાર-એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે.

બાંધકામની લાઇનમાં બરકત ન આવતાં ફરી વખત નશાનો વેપલો શરૂ કર્યો
ગોકુલ અગાઉ પણ ડ્રગ્સનો ધંધો કરતો હતો, પણ તે પછી તેણે બાંધકામના ધંધામાં ઝંપલાવ્યું હતું. પણ તે ધંધામાં બરકત ના થતાં તે દોઢ વર્ષથી ફરી ડ્રગ્સના ધંધામાં પડયો હતો.

વર્ષા મીરા રોડ પર ડ્રગ્સ આપી જતી હતી
એસઓજીની ટીમે જ્યારે ઘરમાં તપાસ કરી ત્યારે તેના ઘરમાં ક્યાંય ડ્રગ્સ દેખાયું ન હતું, પણ અધિકારીઓએ મસાલાના ડબ્બા ચેક કરવા લાગતાં ત્રણ ડબ્બામાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું, પછી બીજે સંતાડેલું ડ્રગ્સ પણ તેણે બતાવ્યું હતું. ગોકૂલે કહ્યું હતું તે વર્ષા જ મસાલાના ડબ્બામાં ડ્રગ્સ આપતી હતી એટલે કોઇને શંકા ન જાય. તે મીરાં રોડ પર આવીને માલ આપી જતી હતી.

અન્ય સમાચારો પણ છે...