આંદોલન:ભરૂચના સાંસદ મનસુખ વસાવાના અશોભનીય વર્તનના વિરોધમાં વડોદરા જિલ્લાના મામલતદારો માસ સીએલ પર ઉતર્યા

વડોદરા5 મહિનો પહેલા
વડોદરા જિલ્લા મામલતદારો દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું - Divya Bhaskar
વડોદરા જિલ્લા મામલતદારો દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું
  • સાસંદ માફી નહીં માંગે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી

ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરજણના મામલતદાર સાથે અશોભનીય વર્તન કરી ગાળો ભાંડવાના વિરોધમાં આજે બીજા દિવસે પણ વડોદરા જિલ્લા મામલતદારો દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું. આજે મામલતદારો માસ સીએલ ઉપર રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મામલતદારોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી સાસંદ દ્વારા માફી માંગવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.

લોકોના કામો અટવાયા
ઉલ્લેખનીય છે કે, કરજણના માલોદ પાસે રેતીના ડમ્પર અડફેટે ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતા. આ બાબતની જાણ થતાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને માજી ધારાસભ્ય સતીષ નિશાળીયા દ્વારા 21 ફેબ્રુઆરીના રોજ કરજણ મામલતદાર અને તેમના સ્ટાફ સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું. જે મામલે ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિયેશન દ્વારા બંને સંબંધિત પદાધિકારીઓ જાહેરમાં મામલતદારની માફી માંગવા માટે અને તેમના વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામા આવ્યું હતું. પરંતું આજદિન સુધી સાંસદ તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા રાજ્યના તમામ મામલતદાર મહામંડળ દ્વારા આદોલન શરૂ કરવામાં આવ્યું છે. આજે બીજા દિવસે મામલતદારો માસ સીએલ ઉપર ઉતરી જતાં કચેરીઓ ખાલીખમ રહી હતી. પરિણામે વિવિધ કામો માટે આવેલા લોકો અટવાઇ ગયા હતા.

મામલતદારો માસ સીએલ ઉપર ઉતરી જતાં કચેરીઓ ખાલીખમ રહી હતી
મામલતદારો માસ સીએલ ઉપર ઉતરી જતાં કચેરીઓ ખાલીખમ રહી હતી

સાસંદ માફી નહીં માંગે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી
નાયબ મામલતદાર હરદેવસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આગામી સમયમાં અન્ય કોઇ મામલતદારો જાહેરમાં અપમાન ન કરે તે માટે અમે એક થયા છે. આ અમારા સન્માનની લડાઈ છે. સાસંદ અને માજી ધારાસભ્ય દ્વારા જાહેરમાં માફી માંગવામા નહીં આવે ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો સાથે અમારી લડત ચાલુ રહેશે અને અમારા મહામંડળનો અમારા માટે સર્વોપરી રહેશે.

અન્ય સમાચારો પણ છે...