તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:શહેરમાં ડેન્ગ્યૂના નવા 29 કેસ સાથે મલેરિયા અને કમળાએ દેખા દીધી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મચ્છરના ઉત્પત્તિ સ્થાન મળતાં 5 સાઇટ, 1 હોસ્ટેલને નોટિસ

શહેરમાં જીવલેણ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. મંગળવારે શહેરમાંથી લેવાયેલા 95 માંથી 29 નમૂના ડેન્ગ્યૂ પોઝિટિવ આવતાં કુલ આંકડો 393 પર પહોંચ્યો છે. જ્યારે ચિકનગુનિયાના વધુ 10 કેસ નોંધાયા છે. બીજી તરફ નવાયાર્ડમાં એક મલેરિયા અને કમળાનો કેસ નોંધાતાં તંત્ર દોડતું થયું છે.

મંગળવારે પાલિકાની વિવિધ ટીમોએ લીધેલા 95 નમૂનામાંથી 29 ડેન્ગ્યૂ પોઝિટિવ કેસ આવ્યા હતા. જ્યારે ચિકનગુનિયાના 10 કેસ પોઝિટિવ આવ્યા હતા. વધુ 29 કેસ પોઝિટિવ આવતા શહેરમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ વધીને 393 પહોંચ્યો છે. જ્યારે ચિકનગુનિયાના કુલ દર્દીઓનો આંક 244 પર પહોંચ્યો છે. પાલિકાએ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોને શોધવા 36 કન્સ્ટ્રક્શન સાઈટમાં અને 6 હોસ્ટેલ અને સ્કૂલમાં ચેકીંગ કર્યુ હતું. જે પૈકી 5 કન્સ્ટ્રક્શન સાઈટ અને 1 હોસ્ટેલને પાલિકાએ નોટિસ ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...