વિક્રમ સંવત 2078ની મકર સંક્રાતિ આ વર્ષે પોષ સુદ બારસને શુક્રવારે 14 જાન્યુઆરી બપોરના 2:30 કલાકે સુર્યનારાયણ ભગવાન નીરયન મકર રાશીમાં પ્રવેશ કરતા મકરસંક્રાતિનો પ્રારંભ થશે.મકરસંક્રાતિનો પુણ્યકાળ બપોરે 2:30 કલાક થી સુર્યાસ્ત સુધીનો રહેશે. સંક્રાતિમાં સોના-ચાંદીની ચમક ઝાંખી થશે. જ્યારે ખાદ્યપદાર્થોના ભાવમાં વધ-ઘટ થતી જોવા મળશે.
શાસ્ત્રી નયનભાઈ જોશીએ જણાવ્યું હતુ્ં કે, આ વર્ષની સંક્રાતિ અપરાહ્ન કાળમાં થાય છે.દિવસના પાછલા ભાગમાં સંક્રાતિ સમય હોવાથી આ સંક્રાતીથી દેશની આર્થીક સમૃધ્ધીમાં વધારો થશે. સંક્રાતી શુક્રવારના રોજ છે,મીશ્રા નામની સંક્રાતિ ઉત્તર દિશામાંથી આગમન કરે છે,અને કૃતિકા અને વિશાખા નક્ષત્ર ઉપર આધિપત્ય ધરાવે છે. જેથી સોના-ચાંદીની ચમક ઝાંખી થાય,વાતાવરણમાં અનિશ્ચિતતા રહે,ક્યારેક અત્યંત ઠંડી અને અત્યંત ગરમીનો અનુભવ થતો રહે,એવી જ રીતે ખાદ્ય પદાર્થોમાં પણ ભાવમાં વધ-ઘટ થતી જોવા મળે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે,ભારત દેશ માટે પાડોશી દેશો સાથે સબંધો સુમેળ ભર્યાં રહેશે તેવું સુચન આ સંક્રાતિ કરે છે. જ્યારે રોગ-ભયમાંથી પ્રજા મુક્ત થશે. ન્યાય અને જમીન સંબંધી કાર્યમાં તેજી જોવા મળશે.સંક્રાતિના દિવસે પાણીમાં તલ નાંખી સ્નાન કરવું,તલના તેલથી માલીસ કરવી,તલયુક્ત જળ પીવું,તલથી યજ્ઞ કરવો અને તલનું દાન કરવું અને તલ આરોગવા ઉત્તમ અને શ્રેષ્ઠ ગણાય છે.જેનાથી નિરોગી આરોગ્ય પ્રાપ્ત થાય છે. મકરસંક્રાતિએસુર્યભગવાનને અર્ધ્ય પ્રદાન કરવાનો પણ વિશેષ મહિમાં રહેલો છે આ સાથે ગાયને ઘાસ,ગોળ અને ઘુઘરી ખવડાવવાનું પણ અનેરૂ મહત્વ રહેલું છે.
સંક્રાતિનું વાહન વાઘ, ઉપવાહન અશ્વ
ચાલુ વર્ષે સંક્રાતિનું વાહન વાઘ અને ઉપવાહન અશ્વ રહેશે. સંક્રાતિનું આગમન ઉત્તરની દિશાથી જ્યારે ગમન દક્ષિણ દિશાનું રહેશે. સંક્રાતિની દ્રષ્ટિ નૈઋત્ય દિશામાં રહેશે.સંક્રાતિનું વસ્ત્ર પીળુ,તિલક કેસરનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.