તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાયદાે-વ્યવસ્થાની ઐસી કી તૈસી:મકરપુરાના યુવાને માણેજામાં જાહેરમાં તલવારથી 3 કેક કાપી બર્થ ડે ઊજવ્યો

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનામાં હાલ રાતે 12 થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ છે. એટલું જ નહીં કોરોનાને કારણે નાક, મોઢું ઢાંકી રાખવું પણ ફરજિયાત છે અને તેનો અમલ ન કરનારા પાસે પોલીસ દંડ વસૂલ કરે છે. આ સ્થિતિમાં રાતના સમયે જાહેરમાં કેક કાપી ઉજવણી થઈ શકતી નથી ત્યારે મકરપુરાના એક યુવકે મિત્રોને સાથે રાખી માણેજામાં જાહેરમાં કાર પર 3 કેક મૂકી તલવારથી કાપી હતી અને તેના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યા હતા. જેમાં એક ગીત પણ મૂકાયું હતું. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યા વગર જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરાઈ હતી, જેમાં કોંગ્રેસના એક આગેવાનના પરિવાર સાથે નાતો ધરાવતો યુવક પણ હોવાનું ખૂલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...