કાર્યવાહી:IPLની મેચ પર સટ્ટો રમતો મકરપુરાનો યુવક ઝડપાયો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાંડિયાબજાર મધ્યવર્તી સ્કૂલ સામે ઓનલાઇન સટ્ટો રમતો હતો
  • ચિઠ્ઠી વડે ઓનલાઇન સટ્ટો રમાડતા શખ્સને વોન્ટેડ જાહેર કરાયો

આઈપીએલની મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા યુવકની પોલીસે મધ્યવર્તી સ્કૂલની સામેથી ધરપકડ કરી છે. જ્યારે ચિઠ્ઠી વડે ઓનલાઇન સટ્ટો રમાડનારા આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. દાંડિયા બજાર મધ્યવર્તી સ્કૂલની સામે સતનામ ફોટો ફ્રેમિંગ સેન્ટરની બહાર સુનીલ વિજયકુમાર વાસવાણી (હવેલી રેસિકોમ પ્લાઝા, મકરપુરા) રોડ પર આઇપીએલની ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની મેચ પર ઓનલાઈન સટ્ટો રમતાં રાવપુરા પોલીસે ઝડપી લીધો હતો.

યુવકનો મોબાઈલ તપાસતાં તેમાંથી ગેલેક્સીઇએક્ષસિએચ33 નામની ક્રિકેટ સટ્ટાની હાર-જીતની એપ્લિકેશન જોવા મળી હતી. યુવક પાસે પોલીસે મોબાઈલ લઈ આઇડી અને પાસવર્ડ માગતાં આઇડી તરીકે બાબુ અને પાસવર્ડ સુનિલ1234 નાખતાં એપ્લિકેશન ખૂલી ગઈ હતી. જેમાં મેચ પર ઓનલાઈન સટ્ટો રમાતો હતો. આ એપ્લિકેશન આઈડી અને પાસવર્ડ વાપરતા સુનિલ વાસવાણીએ જણાવ્યું હતું કે, આઇડી પાસવર્ડ અગાઉથી જ તેની પાસે હતો અને તે અગાઉ પણ મેચ પર સટ્ટો રમતો હતો.

પોલીસે મોબાઇલ પર અન્ય મેસેજિંગ એપ્લિકેશન તપાસતાં તેમાં ભજીયા જાદવ નામથી એક નંબર સેવ હતો. જે તપાસ કરતા તેમાં લખનઉ અને રાજસ્થાન રોયલ્સની મેચ અંગે કેટલાક કોડ લખ્યા હતા. જેથી પોલીસે તેની પૂછપરછ કરતાં આ નંબર તેના કાકા શ્યામ દયાલ વાસવાણીના નામનું હોવાનું અને ભજીયા જાદવ સાથે તે ચિઠ્ઠી વડે ઑનલાઇન સટ્ટો રમતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે સુનિલ વાસવાણીની ધરપકડ કરીને ભજીયા જાદવને વોન્ટેડ જાહેર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...