તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીલઝલપ:વડોદરામાં દૂધ કેન્દ્ર સંચાલકની નજર ચૂકવીને ગઠિયો 35 હજાર લઇને ફરાર, મકરપુરા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દંતેશ્વર વિસ્તારમાં દૂધ કેન્દ્ર ચલાવતા સંચાલકની નજર ચૂકવીને ગઠિયો રૂપિયા 35 હજારની ચીલઝડપ કરી ફરાર થઇ ગયો - Divya Bhaskar
દંતેશ્વર વિસ્તારમાં દૂધ કેન્દ્ર ચલાવતા સંચાલકની નજર ચૂકવીને ગઠિયો રૂપિયા 35 હજારની ચીલઝડપ કરી ફરાર થઇ ગયો
  • 35 હજાર રૂપિયા લઇને રફુચક્કર થઇ જનાર ગઠિયા સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં દૂધ કેન્દ્ર ચલાવતા સંચાલકની નજર ચૂકવીને ગઠિયો રૂપિયા 35 હજારની ચીલઝડપ કરી ફરાર થઇ ગયો હતો. વહેલી સવારે બનેલા આ બનાવને દંતેશ્વર વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.

દૂધ કેન્દ્રના ગલ્લામાંથી 35 હજાર રૂપિયાની ચીલઝડપ કરીને ગઠિયો ફરાર
વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં હરસિદ્ધી માતાનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે બિપીનચંદ્ર કાન્તિલાલ શાહ બરોડા ડેરીનું દૂધ કેન્દ્ર ચલાવે છે. દૂધ કેન્દ્રની સાથે તેઓ પાન પડીકી વેચવાનું કામ પણ કરે છે. આજે વહેલી સવારે બિપીનચંદ્ર દૂધ કેન્દ્ર ઉપર ઊભા હતા, ત્યારે બાઈક સવાર યુવાન કેન્દ્ર પર આવી પહોંચ્યો હતો અને કેન્દ્રના સંચાલક પાસે બે પડીકી માગી હતી. સંચાલક પડીકી લેવા ગયા તે દરમિયાન ગઠિયો તેઓની નજર ચૂકવીને દૂધ કેન્દ્રના ગલ્લામાંથી રૂપિયા 35 હજારની ચીલઝડપ કરીને ફરાર થઈ ગયો હતો.

ફરિયાદી બિપીનચંદ્ર કાન્તિલાલ શાહ
ફરિયાદી બિપીનચંદ્ર કાન્તિલાલ શાહ

પાંચ રૂપિયાવાળી બે મસાલાની પડીકી માગી હતી
વહેલી સવારે 15 રૂપિયાની પડીકી વેચવામાં રૂપિયા 35 હજાર ગુમાવનાર બિપીનચંદ્ર કાંતિલાલ શાહે જણાવ્યું હતું કે, દૂધ કેન્દ્ર ઉપર હતો, ત્યારે બાઇક સવાર યુવાન મારી પાસે આવી પહોંચ્યો હતો અને તેને પાંચ રૂપિયાવાળી બે મસાલાની પડીકી માગી હતી. બે પડીકી લાવીને આપ્યા બાદ તેને ત્રીજી પડીકી માગી હતી. જે પડીકી લેવા ગયો તે દરમિયાન ગઠિયો સવારે દૂધ વેચાણના આવેલા રૂપિયા 35 હજાર ગલ્લામાંથી લઇ રફુચક્કર થઇ ગયો હતો.

બુમરાણ મચાવતા સ્થાનિક લોકો દોડી આવ્યા
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગઠિયો ગલ્લામાંથી રૂપિયા 35 હજાર લઈને નાસી છૂટતા મેં બુમરાણ મચાવતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, પરંતુ, લોકો આવે તે પહેલા જ ગઠિયો પોતાની બાઈક ઉપર રવાના થઇ ગયો હતો. દરમિયાન આ બનાવ અંગેની જાણ મકરપુરા પોલીસને કરતા પોલીસ પણ દોડી આવી હતી.

35 હજાર રૂપિયા લઇને રફુચક્કર થઇ જનાર ગઠિયા સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
35 હજાર રૂપિયા લઇને રફુચક્કર થઇ જનાર ગઠિયા સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ગઠિયા સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
મકરપુરા પોલીસે રૂપિયા 35 હજાર ગુમાવનાર બિપીનચંદ્ર શાહ પાસેથી વિગતો મેળવીને 35 હજાર રૂપિયા લઇને રફુચક્કર થઇ જનાર ગઠિયા સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...