લોકડાઉન:સોશિયલ ડિસ્ટન્સ જાળવી નવયુગલે લગ્ન કર્યાં

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેદ મંદિર ખાતે કેનેડાથી આવેલા યુવકના લગ્ન યોજાયા હતા. - Divya Bhaskar
વેદ મંદિર ખાતે કેનેડાથી આવેલા યુવકના લગ્ન યોજાયા હતા.

કેનેડાથી આવેલ યુવકે કારેલીબાગના વેદ મંદિર ખાતે સાદાઈથી લગ્ન કર્યા હતા. તરસાલી વિઠ્ઠલ પાર્ક સોસાયટીમાં રહેતા હરીશભાઈ બોચરેના કેનેડામાં સ્થાયી પુત્ર હાર્દિક અને કોઠી વિસ્તારમાં રહેતા સંતોષભાઈની પુત્રી અંકિતાએ આજે કારેલીબાગના વેદ મંદિરમાં સાત ફેરા લીધા હતા. બંને પક્ષે 20-20 લોકોને આમંત્રણ અપાયું હતું. જેઓએ માસ્ક, સેનેટાઇઝર તથા સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. તેઓએ મહેમાનો પાસે આશીર્વાદની સાથે સરકારની ગાઈડ-લાઈનનું પાલન કરવાનું વચન માગ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...