તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:મહીસાગર સતત બીજી પૂનમની ભરતીમાં પ્રદૂષિત ફીણથી અભડાઇ, સુપ્રીમ કોર્ટના અનાદર કરવા બદલ કાર્યવાહીની ચીમકી

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાદરાના ડબકામાં મહીમાં ફીણવાળા પશુઓને પણ ખતરો ઊભો થયો છે. - Divya Bhaskar
પાદરાના ડબકામાં મહીમાં ફીણવાળા પશુઓને પણ ખતરો ઊભો થયો છે.
 • CPCBએ ધ્યાન દોર્યું પણ GPCB નક્કર પગલાં માટે તૈયાર નથી

મહીસાગર નદીના કાંઠા વિસ્તારોમાં પ્રદૂષિત અને પીળા રંગના ફીણવાળા પાણી ફરી એકવાર પૂનમની ભરતીમાં જોવા મળ્યા હતા. આ પાણી હજી સમુદ્ર કિનારેથી 25થી 30 કિમી જ પહોંચ્યા છે. પણ જો વડોદરા સુધી આવશે ત્યારે વડોદરાવાસીઓ માટે પણ આ પ્રદૂષિત પાણી ગંભીર સમસ્યા બની જશે. જોકે આ મામલે સરકાર કે સરકારી જીપીસીબી 4-4 મહિનાથી કોઇ નક્કર કામગીરી લોકોના હિતમાં કરવા તૈયાર નથી. જીપીસીબીએ તજ્જ્ઞોની કમિટી નિમવાની સરકારી ઔપચારિકતા હજી સુધી પૂરી કરી છે.

શનિવારે ફરીવાર પૂનમની ભરતી પહેલાં અને રવિવારે પણ મહીસાગર અને ખંભાતના અખાતના સંગમ સ્થાન જે પોઇન્ટથી 25 કિમી દૂર સુધી ફીણવાળા પાણી દેખાતા પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિએ જીપીસીબી અને સીપીસીબીના ચેરમેન, મેમ્બર સેક્રેટરી અને સીપીસીબીના રિજ્યોનલ ડાયરેક્ટર તથા સ્થાનિક અધિકારીઓને પત્ર લખીને મહીસાગર નદીના પ્રદૂષણ અને તેનું મૂળ શોધવામાં તથા આ સમસ્યા દૂર કરવામાં તંત્ર સરિયામ નિષ્ફળ ગયું હોવાનું જણાવીને ઉમેર્યું છે કે, અમદાવાદ જિલ્લાના ઉદ્યોગો અને ઘરેલુ ગંદા પાણી લઇને સાબરમતી ખંભાતના અખાતને મળે છે. આ જગ્યા જે પોઇન્ટની સામેની તરફ હોવાથી મહીસાગરનું પ્રદૂષણ સાબરમતી નદીમાંથી આવતું હોવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. એટલું જ નહીં 2017માં સુપ્રિમ કોર્ટે મહીસાગરને પ્રદુષિત થતી રોકવા માટેના પગલા લેવા માટેનો ઓર્ડર કર્યો હતો. જો તંત્ર પગલા નહીં લે તો આ સુપ્રિમ કોર્ટના હુકમનો અનાદર છે તેમ ગણીને કાયદાકીય પગલા લેવાની પણ ચીમકી પત્રમાં પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો