તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ACB ટ્રેપ:મહીસાગર ACBએ પંચમહાલ આદિજાતિ વિકાસ અધિકારીને 32 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા, મકાન ભાડે ચઢાવવા માટે લાંચ માગી હતી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આદિજાતિ વિકાસ અધિકારી મનહર.એસ. પટેલ - Divya Bhaskar
આદિજાતિ વિકાસ અધિકારી મનહર.એસ. પટેલ
  • લાંચ આપવી ન હોવાથી ફરિયાદીએ મહીસાગર ACBનો સંપર્ક કર્યો હતો

મહીસાગર એસીબીએ પંચમહાલ-ગોધરા આદિજાતિ વિકાસની કચેરીના આદિજાતિ વિકાસ અધિકારી મનહર.એસ. પટેલને 32 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી અધિકારી પાસે મદદનીશ કમિશનરનો ચાર્જ પણ હતો.

અધિકારીએ લાંચ પેટે બે ભાડા માગ્યા હતા
ફરિયાદીએ પોતાનું મકાન આદિજાતિ કન્યા છાત્રાલય માટે માસિક 32,788 રૂપિયાના ભાડેથી મદદનીશ કમિશર આદિજાતિ વિકાસની કચેરીને આપ્યું હતું. આરોપી આદિજાતિ વિકાસ અધિકારી મનહર.એસ. પટેલ(ઉ.56), (રહે, ડી-301, એરિસ હાઇટ્સ, નિકોલ પોલીસ સ્ટેશન પાસે, નવા નરોડા, અમદાવાદ) આ મકાન ભાડે ચઢાવવાના વ્યવહાર પેટે બે ભાડાની રકમ લાંચમાં માગી હતી. જે પૈકી એક ભાડાની રકમ 32હજાર રૂપિયા આજે આપવાની હોવાથી ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા નહોતા. જેથી એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી.

એસીબીએ છટકુ ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો
આજે લાંચના છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને ફરીયાદી પાસે લાંચની માગણી કરી લાંચ લેતા રંગેહાથે પકડાઇ ગયા હતા. મહીસાગર એસીબીએ આરોપી આદિજાતિ વિકાસ અધિકારી મનહર.એસ. પટેલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો