તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્લાનિંગ ફેઇલ:મહી ફ્રેંચ વેલની વીજળી ડૂલ,આખા શહેરે અડધો કલાક પાણીકાપ વેઠ્યો

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસુ શરૂ થતાં પૂર્વેના વરસાદમાં પોલ ખુલી
  • વીજ લાઇન પર વૃક્ષો પડતાં વીજ પુરવઠો ઠપ, 23 પંપો બંધ રહ્યા

શુક્રવારે રાત્રે પડેલા વરસાદના કારણે મહી નદી પાસેથી પસાર થતી વીજ લાઇન પર વૃક્ષો ધરાશાયી થતા 11 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા શહેરીજનો ને શનિવારે અડધો કલાકનો પાણીકાપ વેઠવો પડ્યો હતો. શુક્રવારે રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર પવનના સૂસવાટા વચ્ચે વરસાદ તૂટી પડયો હતો. આ તોફાની વરસાદમાં પાલિકાના મહી નદીના ચાર ફ્રેન્ચ કુવાની વીજ લાઇન પર ઝાડ પડવાથી વીજ પુરવઠો બંધ થતાં પાણીના પંપ ચાલી શક્યા ન હતા અને શનિવારે સવારે શહેરમાં પાણી માટે બુમો પડી હતી.

પાલિકાના મહી ખાતે રાયકા, દોડકા, ફાજલપુર તથા પોઇચા ફ્રેન્ચ કુવા ખાતે શુક્રવારની રાત્રે 10 વાગ્યેથી શનિવારની સવારે 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો. તોફાની પવન અને વરસાદના લીધે આ હાલત સર્જાતા 23 પંપો બંધ રહેતા આશરે 89 એમએલડી એટલે કે અંદાજે નવ કરોડ લીટર પાણીની ઘટ પડી છે. આમ, પાણીની કટોકટી સર્જાતા બકરાવાડી વિસ્તારમાં તો તેના સવારના ઝોનમાં પાણી આપી શકાયું ન હતું. જ્યારે અન્ય પાણીના વિતરણ મથકો પરથી પણ પાણી ઓછા જથ્થા સાથે ઓછા પ્રેશરથી અને મોડેથી અપાયું હતું. ખાનપુર પ્રોજેક્ટ ડીજી સેટ પર ચલાવીને પાણી મેળવ્યું હતું. આજવાનું પાણી પૂર્વ અને દક્ષિણ વિસ્તારને મળે છે, ત્યાં ઓછી તકલીફ પડી હતી તો સૌથી વધુ અસર પશ્ચિમ અને ઉત્તર વિસ્તારના લોકોને થઈ છે. જોકે, સમગ્ર શહેરને 30 મિનિટનો પાણી કાપ સહન કરવો પડ્યો હતો.

11 કલાકની જહેમત બાદ 14 પંપો ચાલુ થયા
શુક્રવારે રાત્રે વીએમસી એક, બે અને ત્રણ ,જીએસએફસી 2 તથા ખાંડીનું ફીડર વીજ પુરવઠો ખોરવાતા બંધ થઈ ગયું હતું. જેથી વીજ કર્મચારીઓ કામે લાગ્યા હતા. આ સિવાયનો પણ વીજ સપ્લાય પાલિકાને મળે છે તે પછીની લાઇન પર પણ ઝાડ પડતા વીજળી પુરવઠો બંધ થતાં પાલિકાનો સ્ટાફ રીપેરીંગમાં જોડાયો હતો. શનિવારે પોઇચા, રાયકા અને ફાજલપુર કુવા ખાતે 11 વાગ્યાની આસપાસ લાઈટો ચાલુ થતા 14 પંપો શરૂ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...