તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Maharashtrian Families Of Vadodara Celebrate Diwali By Building A Fort, Marathi Family Makes A Replica Of Shivaji's Impregnable Fort

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી ઉજવણી:વડોદરાના મહારાષ્ટ્રીયન પરિવારો કિલ્લા બનાવી દિવાળી પર્વ ઉજવે છે, મરાઠી પરિવારે શિવાજીના અભેદ્ય કિલ્લાની પ્રતિકૃતિ તૈયાર કરી

વડોદરા5 મહિનો પહેલા
વડોદરાના મરાઠી પરિવારે શિવાજીના અભેદ્ય કિલ્લાની પ્રતિકૃતિ તૈયાર કરી છે - Divya Bhaskar
વડોદરાના મરાઠી પરિવારે શિવાજીના અભેદ્ય કિલ્લાની પ્રતિકૃતિ તૈયાર કરી છે
  • મહારાષ્ટ્રીયન સમાજે દિવાળીમાં કિલ્લા બનાવવાની પરંપરા હજી પણ જીવંત રાખી છે
  • રાજા રજવાડાઓ દુશ્મનોથી બચવા ડુંગર પર કિલ્લો બનાવતા, તેવો કિલ્લો મરાઠી પરિવારે બનાવ્યો

મહારાષ્ટ્ર અને ગુજરાત એક બીજાથી અલગ થયા છતાં સાંસ્કૃતિક અને ઉત્સવોની ઉજવણીમાં એક બીજા સાથે જોડાયેલા છે. ઉત્તરાયણ, નવરાત્રી, જન્માષ્ટમી અને દિવાળીની ઉજવણીમાં બંને રાજ્યો પરંપરાગત રીતે ઉજવે છે. દિવાળીની ઉજવણીમાં મહારાષ્ટ્રમાં ઠેર-ઠેર કિલ્લા બનાવે છે, ત્યારે વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા પણ દિવાળીમાં શિવાજી મહારાજે બનાવેલા અભેદ્ય કિલ્લાની પ્રતિકૃતિ બનાવી દિવાળીની ઉજવણી કરે છે. વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ દિવાળીમાં કિલ્લા બનાવવાની મહારાષ્ટ્રીયન પરંપરા હજી પણ જીવંત રાખી છે.

કિલ્લો બનાવવામાં 4 દિવસનો સમય લાગ્યો
પ્રતિવર્ષે દિવાળીના સમયમાં કિલ્લા બનાવવાની હરીફાઇ યોજાતી હતી, પરંતુ, આ વખતે કોરોનાના કહેરને કારણે બાળકોનાં ગ્રુપ માટે કિલ્લા વનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ નથી. વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર રહેતા અંકિતભાઇ આઇનપુરના પરિવાર દ્વારા રાજા રજવાડાઓ દુશ્મનોથી બચવા ડુંગર પર કિલ્લો બનાવતા, તેવો કિલ્લો બનાવ્યો છે. આ કિલ્લો બનાવવા માટે તેઓને 4 દિવસનો સમય લાગ્યો હતો. કિલ્લાની રચના જોઈએ તો શરૂઆતમાં મુખ્ય દરવાજો છે. જે ગૌ મુખી પ્રકારની રચના છે. સીધા જઈએ ત્યાંથી જમણી બાજુ જવું પડે. સીધો દરવાજો ના આવે. સીડીઓ દ્વારા બાજુમાં જવું પડે.

રાજા રજવાડાઓ દુશ્મનોથી બચવા ડુંગર પર કિલ્લો બનાવતા તેવો કિલ્લો બનાવ્યો છે
રાજા રજવાડાઓ દુશ્મનોથી બચવા ડુંગર પર કિલ્લો બનાવતા તેવો કિલ્લો બનાવ્યો છે

નવા વર્ષે મળવા આવતા લોકો કિલ્લાને જોઇને પ્રફુલ્લિત થઇ જાય છે
બીજી એક ખાસિયત એ છે કે, આ કિલ્લા જે સૌથી ઊંચી જગ્યા પર બનાવે છે. જ્યાં ખાસ કરીને રાજા- રાણી આ કિલ્લાની અંદર હોય છે. અનાજ તેમજ ધાન્યનો કોઠાર પણ આ કિલ્લામાં જ હોય છે. આ કિલ્લો બનાવવા માટે ખાસ માટીનો ઉપયોગ કરાયો છે અને તેનું બ્યુટીફીકેશન કરવા માટે કપચી તોડીને તેનો ઉપયોગ કરાયો છે. નવા વર્ષે મળવા આવતા લોકો આ કિલ્લાને જોઇને પ્રફુલ્લિત થઇ જાય છે.

કિલ્લો બનાવવા માટે ખાસ માટીનો ઉપયોગ કરાયો
કિલ્લો બનાવવા માટે ખાસ માટીનો ઉપયોગ કરાયો

આ કિલ્લામાં સીડીઓ, રોપવે અને રાણીનો મહેલ બનાવવામાં આવ્યો છે
કિલ્લો બનાવનાર પરિવારના સભ્ય અંકિત આઇનપુરે જણાવ્યું હતું કે, શિવાજી મહારાજ કિલ્લા નીચે પોતાના સૈનિકોને રાખતા હતા. જેથી ઘુસણખોરી કરનારાઓ સામે નીચેથી જ લડી શકાય અને તેમને રોકી શકાય. આ કિલ્લામાં, સીડીઓ, રોપવે અને રાણીનો મહેલ બનાવવામાં આવ્યો છે. રાજા અને લશ્કર માટે પાલકી દરવાજો, રાણીઓ અને તેમની દાસીઓ માટે મીના દરવાજો જે રાણીવાસ સુધી જાય છે અને ત્રીજો દરવાજો સીધો દરબાર સુધી જાય છે. આમ કિલ્લાની રચના કરવામાં આવતી હોય છે.

પરિવારને કિલ્લો બનાવવામાં 4 દિવસનો સમય લાગ્યો હતો
પરિવારને કિલ્લો બનાવવામાં 4 દિવસનો સમય લાગ્યો હતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો