તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:મુન્ના તડબૂચને શોધ‌વા મહારાષ્ટ્ર-MPમાં દરોડા, અસલમ બોડિયાનો સાગરીત તડબૂચ હજુ ફરાર

વડોદરા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • મુન્નાની 3 કરોડની મિલકતો હોવાનું મનાય છે

બિચ્છુ ગેંગના મહત્વના સાગરીત મુન્ના તડબુચને શોધવા માટે પોલીસની ટીમોએ મહારાષ્ટ્ર અને મઘ્યપ્રદેશના વિવિધ સ્થળોએ દરોડા પાડયા હતા પણ તેની કોઇ કડી મળી ન હતી. બિચ્છું ગેંગના અસલમ બોડીયા સહિત 25 ગુંડા સામે ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોકનો ગુનો નોંધી બોડીયા સહિતના આરોપીને ઝડપી લીધા હતા. હાલ અસલમ બોડીયો પણ પોલીસના 15 દિવસના રિમાન્ડ પર છે. પોલીસ તેની પુછપરછ કરીને તેની બેનામી મિલકતોની તપાસ કરી રહી છે અને તેના બેંક ખાતાની ડિટેલ્સ પણ ચકાસાઇ રહી છે.

બીજી તરફ આ ગુનો નોંધાયા બાદ બોડીયાનો ખાસ સાગરીત મુન્નો તડબુચ પણ ફરાર થઇ ગયો છે જેથી પોલીસ તેના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આશ્રય સ્થાનોની માહિતી મેળવી તેની શોધખોળ કરી રહી છે પણ તેની હજું સુધી કોઇ માહિતી મળી નથી. તેની સાથે અન્ય ફરાર આરોપીઓની પણ શોધખોળ કરાઇ રહી છે. મુન્ના તડબુચની મિલકતોની પણ પોલીસે તપાસ કરી હતી અને તેની પાસે ફાર્મ હાઉસ, મકાનો તથા બાંધકામ સ્કીમ મળીને અંદાજે 3 કરોડની મિલકતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો