તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડીકૂચ:મહારાજા સયાજીરાવનો ગાંધીજીને સિક્રેટ સંદેશો, અંગ્રેજ વિરોધી પ્રવચન કરતા નહીં, છેવટે દાંડીકૂચ સફળ થઇ

વડોદરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહારાજા સયાજીરાવે મુત્સદ્દીપણું દાખવીને ગાંધીજીની ધરપકડને ટાળી દીધી હતી એટલું જ નહીં અને અંગ્રેજ સરકારને ઝૂકવું પડ્યું હતું

અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડીકૂચની સફળતા પાછળનો એક શ્રેય વડોદરાના તત્કાલિન મહારાજા સયાજીરાવને જાય છે. અંગ્રેજ સરકારે ગાયકવાડી સરકારને ગાંધીજીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. પણ મહારાજાએ મુત્સદીપણુ દાખવીને ગાંધીજીની ધરપકડને ટાળી દીધી હતી એટલું જ નહીં મહારાજા સયાજીરાવના આ પગલાને લીધે ગાંધીજી આ કૂચ સફળતાપૂર્વક કરી શક્યા હતા. આ ઐતિહાસિક ઘટનાની કેટલીક રસપ્રદ વાતો ઇતિહાસવિદ કેરસીભાઇ દેબુ અને મહારાજા સયાજીરાવના પ્રપૌત્ર જિતેન્દ્રસિંહ ગાયકવાડે કરી હતી…

અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડીકૂચ નવસારીના દાંડીના દરિયાકિનારે સત્યાગ્રહ કરવા આગળ ધપી રહી હતી ત્યારે દાંડીયાત્રા નવસારી આવી પહોંચે અને દાંડી તરફ પ્રયાણ કરે તેપહેલા જ ગાંધીજીની ધરપકડ ગાયકવાડ સરકાર કરે એેવો હુકમ આપતો પત્ર મહારાજા સયાજીરાવ પણ લખ્યો હતો. કારણ કે નવસારી પ્રાંત ગાયકવાડી શાસન અંતર્ગત હતો. પણ ગાંધીજી પ્રત્યે મહારાજા સયાજીરાવ અપાર આદર ધરાવતા હતા. પણ અંગ્રેજ સરકારના હુકમનો અનાદર કરી શકાય તેમ ન હતો. તેથી જો ગાંધીજીની ધરપકડ ગાયકવાડ સરકાર કરે તો રાજધર્મ લાજે સાથોસાથ ન્યાય તોલવામાં દેશભરમાં દૃષ્ટાંતરૂપ ગાયકવાડરાજની નિંદા થાય તેમ હતું. ઇતિહાસવિદ્ કેરસીભાઇ દેબૂ જણાવે છે કે, મહારાજા સયાજીરાવે પોતાના અંગત સલાહકારોને બોલાવ્યા અને મધ્યમમાર્ગ અપનાવવા હેતુસર મહારાજા સાહેબે એક ગુપ્ત પત્ર મહાત્મા ગાંધીજી પણ લખી અંગત વ્યક્તિ મારફતે મોકલ્યો હતો.

પત્રમાં મહારાજાએ અંગ્રેજ સરકાર તરફથી મળેલા ફરમાન અંગે ગાંધીજીને વાકેફ કર્યા હતા અને દાંડીકૂચ નવસારી પ્રાંતમાં દાખલ થઇ ગાયકવાડી સરહદ ઓળંગી જાય ત્યાં સુધી નવસારી ઇલાકામાં અંગ્રેજ સરકાર વિરુદ્ધ કોઇ પ્રવચન નહીં આપે કે અંગ્રેજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર ન કરવામાં આવે. ’ ગાંધીજી પણ જાણતા હતા કે સત્યાગ્રહ અંતિમ તબક્કામાં છે, જે જાગૃતિ આવી હતી તેનો પણ અર્થ સરે નહીં. તેથી દાંડીકૂચ દરમિયાન કોઇ સૂત્રોચ્ચાર પણ અંગ્રેજો વિરુદ્ધ થયા નહીં અને દાંડીયાત્રા શાંતિપૂર્ણ રીતે ગાયકવાડી ઇલાકામાંથી પસાર થઇ ગઇ હતી.

ડો.મહેતાએ ગાંધીજીનું સ્વાગત કર્યું હતું
દાંડીકૂચ 3જી એપ્રિલે ગાયકવાડી પ્રાંતમાં પ્રવેશી હતી ત્યારે મીંઢોળા નદીથી નવસારી પ્રાંતમાં પ્રવેશવા માટે કોઇ પુલ ન હતો. તેથી ગામના લોકોએ પોતાના બળદગાડા મીંઢોળા નદીમાં ઉતારીને એક કામચલાઉ પુલ બનાવી આપ્યો હતો. કૂચ નદી પાર કરીને જ્યારે નવસારી પહોંચી ત્યારે વડોદરાના ડો. સુમંત મહેતાએ ગાંધીજી અને સત્યાગ્રહીઓનું સ્વાગત કર્યું હતું. ડો. સુમંત મહેતા તે સમયે પ્રજામંડળમાં સક્રિય હતા. ગાંધીજીએ ધામણ ગામમાં ચરખા જોઇને કહ્યું હતું કે, મેં ઘરે ઘરે આટલા ચરખા ક્યાંય જોયા નથી,સ્ત્રીઓ સ્વદેશી વિચારધારા અને આઝાદીની લડત માટે ઉત્સાહી છે.

સર સયાજીરાવે ચાણક્ય નીતિ સાથેનો રાજધર્મ નિભાવ્યો
​​​​​​​મહારાજા સયાજીરાવના પ્રપૌત્ર જિતેન્દ્રસિંહ ગાયકવાડે જણાવ્યું કે, મહારાજાએ ચાણક્ય નીતિ અપનાવીને બરોડા સ્ટેટના ચીફ સેક્રેટરી રાજકુમાર કર્નલ શિવરાજસિંઘ અને પોલિટિકલ ઓફિસના વડા રાજરત્ન રામચંદ્ર કેવરણ દીવેને ગાંધીજી પાસે સંદેશો લઇને મોકલ્યા હતા. જ્યારે યોજના મુજબ ગાંધીજી સામે કાર્યવાહી ન થઇ તો તત્કાલિન મુંબઇના ગવર્નરે મહારાજા સયાજીરાવને કેમ કાર્યવાહી ન કરી તેવો સવાલ કર્યો હતો. મહારાજાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ હતું કે, ‘હું બ્રિટિશ સરકાર સાથે કરારથી જોડાયેલો છું તમારી સત્તા નીચે કામ કરતો નથી. કોઇ કાયદાનું ઉલ્લંઘન કરશે તો સજા કરાય પણ ગાંધીજીએ એવું કંઇ કર્યું નથી તો પગલાં લેવાની વાત જ નથી.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો