મહામારીનું ગ્રહણ:મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 71 વર્ષમાં 11મી વાર વિદ્યાર્થી સંઘની ચૂંટણી નહીં યોજાય

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.માં 1950થી વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ યોજાઇ રહી છે
  • 15 સપ્ટેમ્બર સુધી ચૂંટણી યોજવી પડે, હજી પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે

કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે એમ.એસ.યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી નહીં યોજાય. વિદ્યાર્થીઓને લોકશાહીના પાઠ શીખવાડતી અનોખી વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ 1950 થી શરૂ થઇ હતી. 71 વર્ષમાં અત્યાર સુધી 10 વખત ચૂંટણી યોજાઇ શકી નથી. ચાલુ વર્ષે પણ 11મી વાર ચૂંટણી નહીં યોજાય તેવી શકયતા સત્તાધીશોએ વ્યકત કરી છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માં વિદ્યાર્થીઓ દ્વારા જ તેમના પ્રતિનિધિને ચૂંટણીના માધ્યમથી ચૂંટીને પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. વિદ્યાર્થી કાળમાં જ લોકશાહીના પાઠ શીખવાડતી વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. વિદ્યાર્થી નેતા તરીકે યુનિવર્સિટીમાં ભૂમિકા ભજવનાર નેતાઓ જાહેર જીવનમાં પણ સફળતા પ્રાપ્ત કરી છે. દર વર્ષે વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ યોજવામાં આવતી હોય છે. અત્યાર સુધી 71 વર્ષના ઇતિહાસમાં 10 પ્રસંગો એવા હતા કે કોઇ ને કોઇ કારણોસર વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઇ શકી નથી.

ગત વર્ષે કોરોના મહામારીના કારણે ઓનલાઇન શિક્ષણ થઇ જતા ચૂંટણી યોજાઇ શકી ના હતી. જોકે ચાલુ વર્ષે પણ હજુ સુધી પ્રવેશ પ્રક્રિયા થઇ ના હોવાથી તથા સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવી ના શકાય તેવા કારણો સાથે યુનિવર્સિટી સત્તાધીશો ચૂંટણી નહિ યોજવાના મૂડમાં જણાઇ રહ્યા છે. 15 સપ્ટેમ્બર સુધીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી દેવાની હોય છે જોકે ચાલુ વર્ષે હજુ પ્રવેશ પ્રક્રિયા થઇ નથી અને 15 સપ્ટેમ્બર પણ આવી ગઇ છે. ત્યારે ચૂંટણી યોજાઇ તેવી શકયતા નહીવત્ છે.

કયા કયા વર્ષોમાં ચૂંટણી કેમ યોજાઇ શકી નથી

  • 1985-86 થી 1987-88: આ ત્રણ વર્ષો દરમિયાન યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા જ ચૂંટણી રદ કરી દેવામાં આવી હતી. તે સમયે વિદ્યાર્થી આંદોલન ધાંધલ,ધમાલ,તોડફોડ,મારામારી જેવી ઘટનાઓના પગલે યુનિવર્સિટી વાતાવરણ ડોહળાતું હોવાથી ચૂંટણી રદ કરાઇ હતી.
  • 1992-93 થી 193-94: આ બે વર્ષો દરમિયાન વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા થઇ ન હોવાથી તત્કાલિન જીએસ સ્ટે લાવતા ચૂંટણી થઇ ન હતી.
  • 1998-99: આ ચૂંટણીમાં યુજીએસ-વીપીના ઉમેદવારો દ્વારા આર્ટસ,પોલીટેકનીક સાયન્સ, સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે બુથ કેપ્ચરીંગ કરાયુંહતું મત પેટીઓ વિશ્વામિત્રી-મહીમાં નાખી દેવાઇ હતી.જેથી ચૂંટણી કેન્સલ થઇ હતી.
  • 2005-06: કોમર્સ ફેકલ્ટીમાં હંગામી અધ્યાપકને વિદ્યાર્થી નેતાઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ રદ કરવામાં આવી હતી.
  • 2014-15 થી 2015-16: આ બે વર્ષના સમય ગાળામાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી લીન્ગદોહ કમીટીના નિયમ પ્રમાણે યોજાતી નથી તે મુદા પર વિદ્યાર્થી દ્વારા સ્ટે લેવામાં આવતા ચૂંટણી થઇ શકી ના હતી.
  • 2020-21: કોરોના મહામારીના કારણે ઓફલાઇન શિક્ષણ બંધ થઇ ગયું હતું વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઇન શિક્ષણ હતું. જેના કારણે વિદ્યાર્થીસંઘ ની ચૂંટણી યોજાઇ શકી ના હતી.

અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ચૂંટણી યોજવી શકય નથી
યુનિવર્સિટીમાં હજુ એડમીશન પ્રક્રિયા ચાલી રહી છે. કોવિડની પરિસ્થિતિ પણ યથાવત છે તથા 15 સપ્ટેમ્બર વિદ્યાર્થી સંઘની ચૂંટણ યોજવા માટેની ડેડલાઇન છે જે પૂરી થઇ રહી છે. જેથી વર્તમાન પરિસ્થિતિને પગલે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવી શકય નથી. > કે.એમ.ચુડાસમા, રજિસ્ટ્રાર, એમ.એસ.યુ

અન્ય સમાચારો પણ છે...