તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનિશ્ચિતતાનો અંત:રથયાત્રાનો પારંપરિક 6 કિમીનો રૂટ રાખવા મહંત મક્કમ, 2 કિમી રૂટ ટૂંકાવવા પોલીસની વિચારણા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રથયાત્રાના પથ્થર ગેટ સહિતના રૂટ પર પાલિકા દ્વારા વૃક્ષોનું ટ્રિમિંગ શરૂ - Divya Bhaskar
રથયાત્રાના પથ્થર ગેટ સહિતના રૂટ પર પાલિકા દ્વારા વૃક્ષોનું ટ્રિમિંગ શરૂ
  • શહેરમાં ભગવાન જગન્નાથજીની 40મી નગરચર્યા સાદગીપૂર્વક નીકળશે
  • આજે પોલીસ સાથેની બેઠકમાં આયોજનને આખરી ઓપ અપાશે
  • કાલે ખલાસી સહિત યાત્રામાં જોડાનારના RTPCR થશે

રાજ્ય સરકારે રથયાત્રાને મંજુરી આપતા શહેરમાં અષાઢી બીજના દિવસે 40મી રથયાત્રા નીકળશે. જેનાથી ઈસ્કોન મંદિરના સંતો તેમજ શહેરીજનોમાં ભારે હર્ષોઉલ્લાસ છવાયો છે. ગાઈડલાઈનમાં રથયાત્રાનો માર્ગ ટુંકાવવાનું કહ્યું છે. ત્યારે શહેરની રથયાત્રાનો પારંપરિક 6 કિમીના રૂટને પોલીસ તંત્ર દ્વારા 2 કિમી ટુંકો કરવાનું વિચારી રહી છે, જેનાથી સંભવિત રૂટ પર કર્ફયું નાખવાની પણ જરૂર નહીં પડે અને ભીડ પણ નહીં થાય. જોકે ઈસ્કોન મંદિરના સ્વામી નિત્યાનંદ રથયાત્રાનો રૂટ તો પારંપરિક જ રહેશે તેમ જણાવ્યું હતું.

રથયાત્રાનો પારંપરિક રૂટને પોલીસ તંત્ર દ્વારા કાલાઘોડાથી જ બદલીને પોલોગ્રાઉન્ડ સુધી લઈ જવાનું વિચારી રહી છે. આ સંભવિત રૂટ 4 કિમીનો છે. આ રૂટ રેસિડેન્સિયલ ઝોનમાં ન આવતો હોવાથી પોલીસને આ રૂટ પર કર્ફ્યું પણ નહી લગાવવો પડે તેમ પોલીસ તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું.

રથયાત્રામાં દર વર્ષે 100થી વધુ ભક્તો રથ ખેંચતા હોય છે. નવી ગાઈડલાઈન અનુસાર,ચાલુ વર્ષે 60 ખલાસીઓ રથ ખેંચી શકશે. રથયાત્રામાં સામેલ થનારા મંદિરના સંચાલકો,પરીસરમાં જ રહેતા ભક્તો અને ખલાસીઓએ 48 કલાક પહેલા આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાના રહેશે. જે લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હશે તેમને જ રથયાત્રામાં સામેલ કરવા દેવામાં આવશે. ઈસ્કોનના સ્વામી નિત્યાનંદે જણાવ્યું હતું કે, રથયાત્રામાં સામેલ દરેક ખલાસી અને સંચાલકોના આરટીપીસીઆર ટેસ્ટ 48 કલાક પહેલા કરાવાશે.

નવી ગાઇડલાઇન આવતા 12 હજાર લોકોના જમણ- પ્રસાદનું આયોજન રદ કરી હવે રથયાત્રાની સવારે મંદિર પરીસર ખાતે 1200 થી 1500 જેટલા ભક્તોની પ્રસાદની વ્યવસ્થા કરાશે. જેમાં 100 કિલો જેટલો હલવો પ્રસાદ સ્વરૂપે બનાવાશે. રથયાત્રાના રૂટ પર પ્રસાદ નહીં વહેચાય. રથયાત્રાના પારંપરિક રૂટ પથ્થરગેટથી મદનઝાંપા રોડ પર પાલિકા દ્વારા ગુરૂવારે 10 જેટલા ઝાડને ટ્રીમ કરવામાં આવ્યાં હતા.

પારંપરિક રૂટ પરથી જ રથયાત્રા કાઢીશું
શહેરમાં છેલ્લા 39 વર્ષોથી ભગવાન જગન્નાથજીનો રથ પારંપરિક રૂટ પરથી જ પસાર થાય છે. મંદિર દ્વારા સરકારની ગાઈડલાઈનને અનુસરીને 40મી રથયાત્રા પણ પારંપરીક રૂટ પરથી જ કઢાશે. > સ્વામી નિત્યાનંદ,ઈસ્કોન મંદિર

યાત્રાનો રૂટ ટૂંકાવવા વિચારણા થઇ રહી છે
ગાઈડલાઈન અનુસાર રથયાત્રાના માર્ગને ટૂંકાવવા વિચારણા ચાલી રહી છે. મંદિરના સંચાલકો સાથે બેઠક કરી નિર્ણય લેવાશે.જે નવો રૂટ હશે ત્યાં ફ્લેગમાર્ચ સહિત બંદોબસ્તનો પ્લાન તૈયાર કરાશે.> ડો.શમશેર સિંઘ,પોલીસ કમિશનર

પારંપરિક રૂટ પહેલેથી ટૂંકા અંતરનો
રથયાત્રાનો પારંપરિક રૂટ પહેલેથી જ ટૂંકો છે, જેથી રથયાત્રા તેના પારંપરિક રૂટ પર નીકળશે.શુક્રવારે પોલીસ કમિશનર સાથે બેઠક છે. જેમાં યોગ્ય આયોજન કરાશે. > ડો.વિજય શાહ, પ્રમુખ, શહેર ભાજપ

પારંપરિક રૂટ...
રેલ્વે સ્ટેશન, કાલાઘોડા, કોઠી, રાવપુરા, ન્યાયમંદિર, દાંડિયાબજાર, ખંડેરાવ માર્કેટ, રાજમહેલ રોડ,પથ્થરગેટ ફરી પોલો ગ્રાઉન્ડ પાસે રથયાત્રા સમાપ્ત.

વિચારાધીન રૂટ...
રેલ્વે સ્ટેશન, કાલાઘોડાથી જેલ રોડ, BSNL ત્રણ રસ્તા, રાજમહેલ રોડ પરથી બગીખાના ત્રણ રસ્તાથી બરોડા હાઈસ્કુલ પાસેના પોલો ગ્રાઉન્ડ સુધી.

રથયાત્રાના પથ્થર ગેટ સહિતના રૂટ પર પાલિકા દ્વારા વૃક્ષોનું ટ્રિમિંગ શરૂ
રથયાત્રાના પારંપરિક રૂટ પથ્થરગેટથી મદનઝાંપા રોડ સુધી હજારો ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરતા હોય છે. ત્યારે આ માર્ગ પર કોર્પોરેશન દ્વારા ગુરૂવારના રોજ 10 જેટલા ઝાડને ટ્રીમ કરવામાં આવ્યાં છે. રથયાત્રાના પગલે કોર્પોરેશને આ ઝાડ ટ્રીમ કર્યાં હોવાનું મનાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...