• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Maha Vaccination Campaign In Vadodara District, 400 Centers Arranged On PM Modi's Birthday Tomorrow, 49 Thousand Citizens Will Be Vaccinated In A Single Day

મહા રસીકરણ અભિયાન:આવતીકાલે PM મોદીના જન્મદિવસે વડોદરા જિલ્લામાં મહા રસીકરણ અભિયાન, 400 કેન્દ્રોની વ્યવસ્થા કરાઇ, એક જ દિવસમાં 49 હજાર નાગરિકોનું વેક્સિનેશન થશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના સામે લોકોની આરોગ્ય રક્ષાના અભિયાનને વેગવાન બનાવવાનું આયોજન કરાયું

વડોદરા જિલ્લામાં જિલ્લામાં આવતીકાલે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે મહા રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરળતાથી લોકો રસી મૂકાવી શકે તે માટે 400 કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના સામે લોકોની આરોગ્ય રક્ષાના અભિયાનને વેગવાન બનાવવાનું આયોજન કરાયું છે.

સવારે 8 વાગ્યાથી કોરોના રસી મૂકવાનું શરૂ થશે
વડોદરા જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે તેની જાણકારી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, શુક્રવારે સવારના 8 વાગ્યાથી કોરોના રસી મૂકવાનું શરૂ થશે, જેના માટે 8 તાલુકાઓ અને નગરપાલિકા વિસ્તારોમાં 400 કેન્દ્રો રાખવામાં આવ્યાં છે પાત્રતા ધરાવતા લોકો પહેલો કે બીજો ડોઝ સહેલાઇથી લઇ શકશે. લોકો આધારકાર્ડ, મતદાર ફોટો ઓળખ કાર્ડ કે, પાસપોર્ટ જેવું કોઈપણ ઓળખ કાર્ડ લઈ રસી મૂકાવવા જાય એવો તેમણે અનુરોધ કર્યો છે.

દરેક તાલુકામાં નોડલ અધિકારીની નિયુક્તિ કરાઇ
મહા અભિયાનની સફળતા માટે દરેક તાલુકામાં નોડલ અધિકારીની નિયુક્તિની સાથે તાલુકા અને જિલ્લા નિયંત્રણ કક્ષ ની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાની રસી સંપૂર્ણ પણે સુરક્ષિત છે અને કોરોના સામે સુરક્ષા માટે લાયક દરેક વ્યક્તિ રસી અવશ્ય લે એવો તેમણે અનુરોધ કર્યો છે.

શહેર અને જિલ્લામાં ૧૪ જનહિતકારી કાર્યક્રમોનું આયોજન
સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને તાલુકાઓમાં 400થી વધુ સ્થળોએ ગરીબોની બેલી સરકાર કાર્યક્રમોનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે આવતીકાલે આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં કલેક્ટર આર.બી. બારડના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ પ્રજાહિત કલ્યાણલક્ષી યોજનાઓના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે.

100 ટકા વેક્સિનેશન થયેલા ગામના સરપંચોનું સન્માન થશે
કલેક્ટર આર.બી. બારડે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના જન્મ દિવસે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના 2.0,સ્વચ્છ ભારત મિશન, 100 ટકા વેક્સિનેશન થયેલ ગામના સરપંચોનું સન્માન સહિત મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે. વડોદરા શહેર જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કુલ 560 લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ કીટ તેમજ લાભાર્થીઓને ગેસ કનેક્શનના સબસ્ક્રીપ્શન વાઉચરનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા પાત્ર લાભાર્થીઓ ગેસ જોડાણ મેળવી શકશે.અગાઉ વડોદરા શહેર જિલ્લામાં આ યોજના હેઠળ 77 હજાર ગેસ જોડાણ પુરા પાડવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ ગામડાઓમાં સામુદાયીક સોક પીટ,વ્યક્તિગત સોક પીટ(શોષ ખાડો)અગાઉ બનેલ અને રીપેર કરી શકાય તેવા શૌચાલયોનુ સમારકામ,નવા શૌચાલય બનાવવા માટેના હુકમોનું પણ વિતરણ કરવામાં આવશે.

49 હજાર નાગરિકોનું એક જ દિવસે રસીકરણ કરવામાં આવશે
તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના જન્મદિને વડોદરા જિલ્લામાં મહા રસીકરણ અભિયાન હેઠળ 49 હજાર નાગરિકોનું એક જ દિવસે રસીકરણ કરવામાં આવશે. આ માટેની તમામ પૂર્વ તૈયારીઓ આરોગ્ય તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. વડોદરા શહેર જિલ્લામાં કોરોના કાળમાં માતાપિતા ગુમાવનાર 51 જેટલા અનાથ બાળકોને મુખ્ય મંત્રી બાળ સેવા યોજના હેઠળ દર માસે 4 હજાર રૂપિયા આપવાની યોજના અમલમાં છે. આ તમામ બાળકોના બેંક ખાતામાં સીધે સીધા રૂ.2.04 લાખ ડી.બી.ટી. મારફત જમા કરાવવામાં આવશે.આ ઉપરાંત કોરોનામાં જે બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યા છે તેવા 531 બાળકોને રૂ.2000 લેખે કુલ રૂ.10.62 લાખની રકમ તેમના ખાતામાં જમા કરાવવામાં આવશે. પ્રધાનમંત્રીના જન્મ દિને તમામ 14 કાર્યક્રમમાં 70 બાળકોને સહાય મંજૂરીના હુકમોનું વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...