તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સિગારેટના પૈસા માગતા મફતિયા મૂળી બાપુએ ચપ્પાથી હુમલો કર્યો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસના આશીર્વાદથી ગુનાખોરીમાં મૂળીના પગરણ
  • એક્સપ્રેસ વે પર દોડતાં ખાનગી વાહનોના પોલીસના વહીવટદાર તરીકે પંકાયેલા મૂળીએ દુમાડ ચોકડી પાસેના ટી સ્ટોલ પર નશાની હાલતમાં પહોંચીને દમ માર્યો

દુમાડ ચોકડી પાસે ટી સ્ટોલ ચલાવતા યુવકે સિગારેટના બાકી પૈસા માગતાં ઇકો કાર ચલાવતા મૂળી બાપુ નામના શખ્સે ચાકુ વડે હુમલો કર્યો હતો. સમા પોલીસે બનાવ અંગે સામ સામે ગુનો દાખલ કર્યો છે. વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર દોડતાં ખાનગી વાહનોના પોલીસના વહીવટદાર તરીકે પંકાયેલો મૂળી પોલીસના અાશીર્વાદથી બેફામ બની ગુના અાચરી રહ્યો છે. અગાઉ પણ મૂળીનું નામ મારામારીના ગુનામાં બહાર અાવ્યું હતું.

અગોરા મોલ પાછળ નહેરુ નગરમાં રહેતા જશવંતીસિંહ ભગવાનસિંહ રાજપુતે સમા પોલીસમાં રવિરાજસિંહ ઉર્ફે મૂળી બાપુ ભરતસિંહ પરમાર (રહે, દેવ હાઇટસ, મોટનાથ રોડ) સામે ફરિયાદ નોંધાવી હતી કે તે દુમાડ ચોકડી પાસે જય માતાજી ટી સ્ટોલ ચલાવે છે. 25 તારીખે રાત્રે 10 વાગે ઇકો કાર ચલાવતા મૂળી બાપુ નશો કરેલી હાલતમાં તેની પાસે આવ્યો હતો અને તું મારી પાસે કેવા પૈસા માગે છે. જેથી તેણે સિગારેટના પૈસા તમારી પાસે બાકી છે તે માગું છું તેમ કહેતા મૂળી બાપુએ ઝઘડો કરી તું મને ઓળખે છે, હું મૂળી બાપુ છું તેમ કહી ચાકુ મારવાનો પ્રયાસ કર્યો હતો પણ તેણે ચાકુ પકડી લેતાં તેને હાથના અંગુઠામાં ઇજા થઇ હતી.

ઝઘડામાં છોડાવવા આવેલા તેના ભાઇ અનુપસિંહને પણ મૂળી બાપુએ ચાકુ મારવા જતાં અનુપસિંહને હાથની આંગળી પર ઇજા થઇ હતી. મૂળી બાપુએ મારી નાખવાની પણ ધમકી આપી હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો.બીજી તરફ આ મામલે રવિરાજસિંહ ઉર્ફે મૂળી બાપુએ પણ જશવંતસિંહ અને અનુપસિંહ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે ઇકો કાર લઇને દુમાડ ચોકડી ઊભો હતો ત્યારે તેને ફોન આવ્યો હતો અને તેને કહ્યું હતું કે, એક સિગારેટના તમારા પૈસા બાકી છે તે આપી જાઓ.

જેથી તેમણે હું સિગારેટ પીતો નથી તેમ કહ્યું હતું. ત્યારબાદ જય માતાજી ટી સ્ટોલ વાળા જશવંતસિંહે સિગારેટના રૂા. 20 બાબતે ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઇ જઇને ઝપાઝપી કરી હતી. જેમાં તેમના હાથની આંગળી મચકોડાઇ ગઇ હતી અને અનુપસિંહે પણ ચાકુ મારવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેમને હાથની આંગળી પર ઇજા થઇ હતી. આમ આ બનાવ અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...