તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્ય ગુજરાત લેટેસ્ટ ન્યૂઝ:પાવાગઢમાં નવા વર્ષના પ્રારંભે મોટી સંખ્યામાં ભક્તોના ઉમટ્યા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સહેલાણીઓની ભીડ ઉમટી

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

1. નવા વર્ષના પ્રારંભે પાવાગઢમાં માઇ ભક્તો ઉમટ્યા
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવા વર્ષના પ્રારંભે મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટી પડ્યા હતા. 51 શક્તિપીઠ પૈકીના પાવાગઢ ખાતે નવા વર્ષના પ્રારંભે માતાજીના દર્શનનો અનેરો મહિમા રહેલો છે. પાવાગઢ ખાતે આવતા દર્શનાર્થીઓ ચાલુ વર્ષે સરકારની કોવિડ 19 ગાઈડલાઈન્સ મુજબ દર્શન કર્યાં હતા. વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને માં કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. ગુજરાત ઉપરાંત રાજસ્થાન મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

2. નવા વર્ષના પ્રારંભે પ્રવાસીઓની સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ભીડ, 2500 ટિકિટ હાઉસફુલ
નવ વર્ષ પ્રારંભ સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર આજે સવારથી જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. દિવાળીના મિની વેકેશનમાં સહેલાણીઓ હવે ગુજરાતના પ્રવાસન સ્થળોને વધુ પસંદ કરવા માંડ્યા છે. જેમાં ખાસ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 31 ઓકટોમ્બરે PM મોદીએ 17 જેટલા પ્રવાશન પ્રોજક્ટને ખુલ્લા મૂક્યા હતા,જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સોમવારે મેઇન્ટનન્સ નહીં કરીને તમામ સ્થળો ખુલ્લા કરવામાં આવ્યા છે અને મંગળવારે મેઇન્ટનન્સ માટે બંધ રાખવામાં આવશે. નર્મદાના કેવડિયા પ્રવાસન ધામમાં દિવાળીની રજાઓમાં પ્રવસીઓમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પાંચ સ્લોટમાં 2500 પ્રવાસીઓ બુક થઇ ગઇ હતી.

3. રણોલી GIDCમાં મોડી રાત્રે પેટ્રો કેમિકલ મટેરિયલના ગોડાઉનમાં ભીષણ આગ
વડોદરાની રણોલી GIDCમાં રવિવારે મોડી રાત્રે લિયોડ ઇન્સ્યુલેશન ઇન્ડિયા લિમિટેડમાં પેટ્રો કેમિકલ મટેરિયલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા વડોદરા ફાયરબ્રિગેડના અધિકારીઓ સહિત 22 જવાનો 9 ફાયર એન્જીન સાથે ઘટના સ્થળે દોડી ગયા હતાં અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે સદનસિબે આગની ઘટનામાં કોઇને ઇજા કે જાનહાની થઇ નથી. પરંતુ આગને કારણે લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.

4. ભરૂચના થામ ગામ પાસે કેનાલ ઓવરફલો થતાં ખેડૂતોના ચિંતામાં મૂકાયા
ભરૂચ જિલ્લાના થામ ગામ પાસેથી પસાર થતી કેનાલ ઓવરફલો થતાં પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે. જેને પગલે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. થામ ગામ નજીકથી પસાર થતી કેનાલની યોગ્ય સફાઇ કર્યાં પહેલા જ કેનાલમાં પાણી છોડાતા પાણી ઓવરફ્લો થઇને આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે. જેથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભિતી સેવાઇ રહી છે અને ખેડૂતોમાં તંત્ર સામે ભારો રોષ જોવા મળી રહ્યો છે.

5. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં નવા વર્ષની ઉજવણી
વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ગોધરા, દાહોદ અને મહીસાગર સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં નવા વર્ષની લોકોએ ઉજવણી કરી હતી. આજે સવારથી જ મંદિરોમાં ભીડ જોવા મળી હતી. જોકે લોકોએ રૂબરૂ મળવાની ટાળીને ફોન પર એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફે દર્દીઓ સાથે હોસ્પિટલમાં જ દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી હતી.

6. રણોલી નજીક ડમ્પર ટક્કરે બાઈક સવાર યુવકનું મોત
વડોદરા શહેર નજીક આવેલ રણોલી ખાતે ડમ્પરની ટક્કરે બાઈક સવાર યુવકનું કરુણ મોત નીપજયું હતું ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે આ અંગે અકસ્માતે મોતના કાગળો તૈયાર કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેર નજીક આવેલ રણોલી ના લીમડી ફળિયામાં રહેતો જૈનિશ સોલંકી નામનો યુવક ઘરેથી પોતાનું બાઇક લઇ પેટ્રોલ પુરાવા નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું દરમિયાન રણોલી જીઆઇડીસી ખાતે આવેલ એલ એન્ડ ટી પાસે અજાણ્યા ડમ્પરના ચાલકે બાઈક સવાર જૈનિશ ને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું બનાવના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને મોટી સંખ્યામાં સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતા જવાહરનગર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો