તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધ્ય ગુજરાત લેટેસ્ટ ન્યૂઝ:જંબુસર પાસે લગ્ન પ્રસંગે જતી ઇકો કાર પલટી જતા 5 ઇજાગ્રસ્ત, નેશનલ હાઇવે પર અકસ્માતમાં એક યુવાનનું મોત, ઝઘડિયા પાસે પ્રતિબંધિત બાયો ડિઝલ સાથે એકની અટકાયત

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
જંબુસર પાસે લગ્ન પ્રસંગે વડોદરા જઇ રહેલી ઇકો કાર પલટી ગઇ - Divya Bhaskar
જંબુસર પાસે લગ્ન પ્રસંગે વડોદરા જઇ રહેલી ઇકો કાર પલટી ગઇ

1. ભરૂચના જંબુસર પાસે લગ્ન પ્રસંગે વડોદરા જઇ રહેલી ઇકો કાર પલટી ગઇ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મદાફર ગામનો પરિવાર વડોદરામાં લગ્ન પ્રસંગે જવા માટે આજે સવારે નીકળ્યો હતો. ઇકો કાર જ્યારે દેવકુઈ ગામ પાસે પહોંચી, ત્યારે સામે આવી કારથી બચવા માટે કારના ચાલકે ઇકો કાર સાઇડમાં લેતા સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવી લીધો હતો અને ઇકો કાર રોડની નીચે ઉતરી ગઇ હતી અને કાર પલટી ખાઇ ગઇ હતી. કારમાં બેઠેલા 8 લોકો પૈકી 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમની હાલ સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મદાફર ગામના ઇકો કારના ડ્રાઇવર હનિફ રહીમ અમીરે જણાવ્યું હતું કે, મદાફર ગામથી અમે વડોદરા જઇ રહ્યા હતા, તે સમયે સામેથી આવી રહેલી કારથી બચવા માટે માટે કાર સાઇડમાં કરી હતી. જેમાં મારી કાર પલટી ખાઇ ગઇ હતી અને સામેવાળી કારનો ચાલક ભાગી છૂટ્યો હતો.

2. સંતરામપુરમાં કોરોનાના નિયમોનું પાલન ન કરતા કાપડના વેપારીની દુકાન સીલ
સંતરામપુરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના મહામારીને પગલે પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવેલો હતો. આ વિસ્તારમાં વેપારીના ઘરે તેમના ઘરના સભ્યાના કોરોના પોઝિટિવ કેસ આવેલા હતા અને તેમના ઘરે જ પ્રતિબંધક વિસ્તારનું બોર્ડ લગાવવામાં આવેલું હતું, પરંતુ, સરકારના નિયમોની વિરૂદ્ધ જઈને આ પ્રતિબંધ વિસ્તારના વેપારીએ ગોધરા ભાગોળ વિસ્તારમાં કાપડની દુકાન ખોલી હતી. આ અંગેની નગરપાલિકા તંત્ર દ્વારા જાણ થતાં અને નગરપાલિકા તંત્રના કાયદેસરની કાર્યવાહી અને તંત્ર એકશનમાં આવીને નગરપાલિકાના ચીફ ઓફિસર આ દુકાનને સીલ કરી હતી અને દંડ વસુલ્યો હતો અને જણાવ્યું હતું કે, પ્રતિબંધિત વિસ્તારમાં વેપારીઓએ સૂચનાનું પાલન કરવાનું રહેશે. સરકારી તંત્રની વિરૂદ્ધ કામ કરશે તો કાયદેસરની કાર્યવાહી અને સજાના પાત્ર થશે.

કોરોનાના નિયમોનું પાલન ન કરતા કાપડના વેપારીની દુકાન સીલ કરાઇ
કોરોનાના નિયમોનું પાલન ન કરતા કાપડના વેપારીની દુકાન સીલ કરાઇ

3. ઝઘડિયા પાસે 2 હજાર લિટર પ્રતિબંધિત બાયો ડિઝલ સાથે એકની અટકાયત
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ગામ નજીકથી પ્રતિબંધિત બાયો ડિઝલ લઇને ટેન્ક પોલીસે ઝડપી પાડી છે. જેમાં 2 હજાર લિટર બાયો ડિઝલ હતું. પોલીસે ટેન્કર અને બાયો ડિઝલ મળીને કુલ 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ટેન્કર ચાલક નિખિલ ગુણવંતરાયની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

4. વડોદરા પોલીસે શનિવારે માસ્ક ન પહેરવાના 1417 કેસ કરીને 14.17 લાખનો દંડ વસુલ્યો
વડોદરા શહેર પોલીસે શનિવારે માસ્ક ન પહેરવાના 1417 કેસ કર્યાં હતા. જેમની પાસેથી 14.17 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. આ ઉપરાંત 28 લાકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. વડોદરા પોલીસે વડોદરાની જનતાને માસ્ક પહેરવા માટેની અપીલ કરી છે.

5. નેશનલ હાઇવે પર અકસ્માતમાં એક યુવાનનું મોત
વડોદરા નજીક નેશનલ હાઇવે નં-48 ઉપર પોર-ઇટોલા ચોકડી પાસે કાર ચાલકે ગફલતભરી રીતે હંકારીને બાઇક ચાલકને ટક્કર મારી હતી. જેમાં આણંદ જિલ્લા બોરસદના પામોલ રોડ પર આવેલી અક્ષરનગર સોસાયટીમાં રહેતા 21 વર્ષીય ઉંમગ જનકભાઇ પંચાલને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ થયું હતું અને તેનો ભાઇ જય જનકભાઇ પંચાલ ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

6. સેવાસી પાસે અકસ્મતમાં વૃદ્ધનું મોત
વડોદરા નજીક સેવાસી ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલા 65 વર્ષીય ખુમાનસિંહ ચંદ્રસિંહ પરમારે છોટા હાથીની અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. વડોદરા તાલુકા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...