તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્ય ગુજરાત લેટેસ્ટ ન્યૂઝ:સંતરામપુરમાં ધારાસભ્યએ નવા વર્ષની ઉજવણીમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કર્યો, ભરૂચમાં 108 એમ્બ્યુલન્સમાં મહિલાની પ્રસુતિ કરાવાઈ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

1. સંતરામપુરમાં કોરોનાની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ
દિવાળીની ઉજવણી દરમિયાન નેતાઓ દ્વારા કોરોનાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. દિવાળી અને નવા વર્ષની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. સંતરામપુરના ધારાસભ્ય ડો. કુબેરભાઇ ડીંડોર સંતરામપુરના ભૂલ ગામે નવા વર્ષે મળવા પહોંચ્યા હતા. તેમને મળવા માટે હજારો લોકો પહોંચ્યા હતા. કુબેરભાઈએ તો માસ્ક પહેર્યું નહોતુ, પણ તેમની સાથે આવેલા કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા હતા. હજારો લોકો ધારાસભ્ય ડો. કુબેરભાઈ ડીંડોરને નવા વર્ષે મળ્યા હતા.

2. કોર્પોરેટરે સુરતથી શરૂ કરેલી ખોડલધામ કાગવડ સુધીની સાઇકલ યાત્રા ઝઘડિયા પહોંચી
કોરોના મહામારી દરમિયાન લોકોનું સ્વાસ્થ્ય અને સુખાકારી અને પર્યાવરણના જતન માટે સુરતના પુણા ગામ વિસ્તારના કોર્પોરેટર દિનેશ સાવલિયા દ્વારા સુરતથી ખોડલધામ કાગવડ સુધીનો સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલ યાત્રા આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ ગામે આવી પહોંચી હતી અને સાયકલ યાત્રીઓનું ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ તથા ઝઘડિયા ખોડલધામ તાલુકા સમિતિ, અંકલેશ્વર અને ભરૂચ યુવા સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. 17 નવેમ્બરથી શરૂ થયેલી સાઇકલ યાત્રા 22 નવેમ્બરે ખોડલધામ કાગવડ ખાતે પહોંચીને પ્રજાજનોની સુખાકારી માટે માં ખોડલના ચરણોમાં વંદના કરશે. આ સાઇકલ યાત્રામાં પાંચ યુવકો અને એક યુવતી જોડાઇ છે.

3. બહેનના ઘરે ભાઇબીજ કરવા જતા ભાઇનું મોત
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નારા ગામથી ગજેન્દ્રકુમાર જીતેન્દ્રભાઇ પરમાર(ઉ.વ.19), વનરાજસિહ અનુપમસિંહ(ઉ.વ.24) અને કેતનસિહ અર્જુનસિંહ (ઉ.વ.18) ત્રણેય કૌટુંબિક ભાઈઓ બાઈક પર વડોદરાથી સામખીયારી પાસે લાકડીયા ગામ બહેનને બહેનને મળવા માટે જતા હતા, ત્યારે હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટિયા નજીક પહોંચ્યા, ત્યારે કારચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં ગજેન્દ્રકુમાર પરમારને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે વનરાજસિંહ અને કેતનસિંહને ગંભીર ઈજાઓ થતાં પહેલા હળવદ સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

4. ભરૂચ ખાતે 108 એમ્બ્યુલન્સમાં મહિલાની પ્રસુતિ કરાવાઈ
ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે 108 એમ્બ્યુલન્સ પ્રસુતા અરૂણાબેન વસાવાને લઇને પહોંચી હતી, જોકે, પ્રસુતાને વધુ તકલીફ હોવાથી તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઇ જવાનું નક્કી કર્યું હતું. જોકે ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી. જેથી 108 એમ્બ્યુલન્સની ટીમે સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જ પ્રસુતિ કરાવી હતી અને મહિલાએ દીકરાને જન્મ આપ્યો હતો. બાળકને ગળામાં નાળ વિંટળાયેલી હોવા છતાં સફળ પ્રસુતિ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો