તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્ય ગુજરાત લેટેસ્ટ ન્યૂઝ:સુરતથી સોમનાથ જતી લક્ઝરી બસ ભરૂચ પાસે ડિવાઇડર પર ચડી જતા અકસ્માત, ડભોઇમાં લગ્નની લાલચ આપી વિધર્મીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
લકઝરી બસના ચાલકે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા ભરૂચ RTO પાસે ડિવાઈડર પર બસ ચડી ગઇ - Divya Bhaskar
લકઝરી બસના ચાલકે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા ભરૂચ RTO પાસે ડિવાઈડર પર બસ ચડી ગઇ

1. સુરતથી સોમનાથ જતી લક્ઝરી બસ ભરૂચ પાસે ડિવાઇડર પર ચડી ગઈ
સુરતથી સોમનાથ જતી લકઝરી બસના ચાલકે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા ભરૂચ RTO પાસે ડિવાઈડર પર બસ ચડી ગઇ હતી. જેમાં 10થી વધુ મુસાફરોને સામાન્ય ઇજાઓ થઇ હતી. જેથી તેઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સદનસીબે બસ પલટી ખાતા બચી ગઇ હતી. જેથી જાનહાની ટળી ગઇ હતી. લક્ઝરી બસને થયેલા અકસ્માતને પગલે ભરૂચ હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો. જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા.

2. ડભોઇમાં લગ્નની લાલચ આપીને વિધર્મીએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ
વડોદરા જિલ્લાના ડભોઇના દેસાઇ યાર્ડમાં રહેતા શખ્સે સગીરાને લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હવસખોર સગીરાને ડભોઇ ખાતે આવેલા નશાબંધી વિભાગની ખંડેર થઇ ગયેલી ઓફિસમાં બોલાવતો હતો અને સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરતો હતો. હવસખોરે લગ્ન કરવાનો ઇન્કાર કરતા સગીરાના પિતાએ ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

3. ભાઇબીજના દિવસે જ બહેને ભાઇ ગુમાવ્યો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર-દરિયાપુર ગામનો પરિવાર આજે સવારે ભાઈબીજ કરવા માટે દુમાડ ગામ જઇ રહ્યો હતો, ત્યારે ભીમપુરા કેનાલ પાસે ઇકો કારે અડફેટે લેતા યુવાન કેનાલમાં ખાબક્યો હતો. વડોદરા ફાયર બ્રિગેડ અને NDRFની ટીમે યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મુજપુર-દરિયાપુર ગામના વિનુભાઇ ભીખાભાઇ પઢીયાર(ઉ.40), તેમની પત્ની વિદ્યાબેન અને જયરાજ સાથે દુમાડ ગામમાં રહેતા બહેનના ઘરે ભાઈબીજની ઉજવણી કરવા માટે નીકળ્યા હતા. જ્યારે તેઓ ભીમપુરા કેનાલ પાસે પહોંચ્યા, ત્યારે ઇકો કારે તેમની બાઇકને અચાનક જ ટક્કર મારી હતી. જેથી વિનુભાઇ કેનાલમાં પડી ગયા હતા અને પત્ની વિદ્યાબેન અને પુત્ર જયરાજ રોડ પર પટકાયા હતા. જેથી બંને ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ફાયર બ્રિગેડ અને NDRFની મદદથી લાપતા થયેલા વિનુભાઇની શોધખોળ હાથ ધરી હતી. 5 કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.

4. ભરૂચમાં અનાજ-કરિયાણાની દુકાનમાંથી તેલનો ડબ્બો અને ડ્રાયફુટની ચોરી
દિવાળીના તહેવારો દરમિયાન ભરૂચના મોટી બજાર વિસ્તારમાં અનાજ-કરિયાણાની દુકાનમાં તસ્કરો તેલનો ડબ્બો અને ડ્રાયફુટની ચોરી કરીને ભાગી છૂટ્યા હતા. તસ્કરો દુકાનની બારી તોડીને દુકાનમાં પ્રેવેશ્યા હતા અને દુકાનમાંથી કાજુ, બદામ, તેલના ડબ્બા સહિતની વસ્તુઓ ચોરી કરી ગયા હતા. વેપારીની ફરિયાદના આધારે ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

5. કબીર વડ ખાતે દિવાળી વેકેશેનમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા
ભરૂચમાં નર્મદા નદીના કિનારે આવેલાં પ્રવાસન સ્થળ કબીરવડ ખાતે દિવાળી વેકેશેનમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. રાજ્યભરમાંથી સહેલાણીઓ કબીરવડ ખાતે પહોંચ્યા છે. જેને પગલે વેપારીઓ અને હોડી સંચાલકોમાં ખુશી જોવા મળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો