તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્ય ગુજરાત લેટેસ્ટ ન્યૂઝ:નેત્રંગ-મોવી રોડ પર કારની ટક્કરે બાઇક ચાલક બે યુવાનના મોત, દહેજની બેન્જોકેમ કંપનીમાં આજે ગેસ લીકેજથી આગ લાગી

વડોદરા6 મહિનો પહેલા
 • કૉપી લિંક
કારની ટક્કરે બાઇક ચાલક બે યુવાનના મોત થયા હતા - Divya Bhaskar
કારની ટક્કરે બાઇક ચાલક બે યુવાનના મોત થયા હતા

1. નેત્રંગ-મોવી રોડ પર કારની ટક્કરે બાઇક ચાલક બે યુવાનના મોત
ભરૂચ જિલ્લાના નેત્રંગ-મોવી રોડ પર કારની ટક્કરે શણકોઇ ગામના બાઇક સવાર બે યુવાનના મોત થયા હતા. અને એક યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. નેત્રંગ-મોવી રોડ પર કારના ચાલકે પૂરપાટ ઝડપે હંકારીને સામથી આવતી બાઇકને અડફેટે લીધી હતી. જેમાં બાઇક સવાર સંજય વસાવા અને રણજીત વસાવાને ગંભીર ઇજાઓ થતાં બંનેના ઘટના સ્થળે જ મોત થયા હતા અને હસમુખ વસાવાને ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નેત્રંગ પોલીસે આ મામલે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

2. દહેજની બેન્જોકેમ કંપનીમાં આજે ગેસ લીકેજથી આગ
ભરૂચ જિલ્લાના દહેજની ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી બેન્જોકેમ કંપનીમાં આજે ગેસ લીકેજને પગલે આગની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ગેસ લીકેજ થતું બંધ કર્યું હતું. આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નથી.

3. ડભોઇમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ફરસાણ-મીઠાઇની દુકાનોમાં દરોડા
વડોદરા જિલ્લાના ડભોઇમાં આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 7 દુકાનોમાં દરોડા પાડ્યા હતા અને 10 કિલોથી વધુ મીઠાઈનો નાશ કર્યો હતો. અને કેટલીક દુકાનોમાંથી મીઠાઇના સેમ્પલ લીધા હતા અને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા હતા અને કોરોનાની મહામારીને પગલે વેપારીઓએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. દરોડાને પગલે ફરસાણ તેમજ મીઠાઇના વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

4. પાવગઢ પાસેથી ચોરીની 6 બાઇક સાથે એક ઝડપાયો
પંચમહાલ LCBએ પાવાગઢ રોડ પરથી ચોરીની 6 બાઇક સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બાતમીને આધારે હાલોલના પાવાગઢ રોડ પર કાળીભોંય ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી અને બાતમી વાશો શખ્સ બાઇક સાથે આવતા તેને રોકીને પૂછપરછ શરૂ કરી હતી. આરોપી રાજકુમાર રાઠવાની તપાસ કરતા તેની પાસેથી વધુ 5 બાઇકો મળી આવી હતી. પોલીસે કુલ 6 બાઇક સાથે આરોપીની ધરપકડ કરી હતી.

5. આજે સયાજી હોસ્પિટલના કોરોના વિભાગમાં દિવાળીની ઉજવણી
કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં પરિવારજનો અને પરિવારથી દુર રહી સારવાર મેળવતા હોય છે.તેઓ દિવાળીના તહેવારનો આનંદ હોસ્પિટલમાં રહીને માણી શકે તે માટે વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જાણકારી આપતાં વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું હતું કે, કોવિડ હોસ્પિટલના ચોથા માળે જેમની સ્થિતિ સામાન્ય અને સ્થિર હોય અને જેમને ખૂબ ઓછા ઓકસીજન ની જરૂર પડતી હોય તેવા દર્દીઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે.તકેદારીના ભાગરૂપે આવા દર્દીઓ સાથે દિપોત્સવી ઉત્સવ ઊજવવામાં આવ્યું છે.તેના ભાગરૂપે દિવડા પ્રગટાવવામાં આવશે અને દર્દીઓને મીઠાઈ વહેંચી વર્ષના સહુ થી મોટા તહેવારની મોજ અને મીઠાશનો અહેસાસ કરાવવામાં આવશે. આ રીતે દર્દીઓને તહેવાર પ્રસંગે હોસ્પિટલમાં જ ઘર જેવા આનંદની અનુભૂતિ કરાવવાનો પ્રયાસ થશે.

CASએ વડોદરા ખાતેના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી
CASએ વડોદરા ખાતેના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી

6. ચીફ ઓફ એર સ્ટાફ સાઉથ વેસ્ટર્ન સેક્ટરની મુલાકાત લીધી
એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયા PVSM AVSM VM ADC ચીફ ઓફ એર સ્ટાફ(CAS)એ સાઉથ વેસ્ટર્ન સેક્ટરમાં આવેલા બેઝની એક દિવસીય મુલાકાત લીધી હતી. CASના આગમન સમયે એર માર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSM, એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ તેમના સ્વાગતમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ડીસા ખાતે આવેલા એર ફોર્સ સ્ટેશન પર CASને આ બેઝ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંગેની યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે અહીં પરિચાલન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રવૃત્તિઓનું ઉદ્ધાટન કર્યું હતું, જેના માટે સરકારે ઓક્ટોબર-2020માં મંજૂરી આપેલી છે. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ડીસાના એરફિલ્ડ ખાતે વિકાસની પ્રવૃત્તિઓમાં રનવે અને તેને સંલગ્ન અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણના કાર્યોનો પણ સમાવેશ થાય છે. બાદમાં CASએ વડોદરા ખાતેના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને આ સ્ટેશન પરની પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી. CASએ સ્ટેશનના સ્થાનિક કમાન્ડર્સ અને કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે સૌને અનુરોધ કર્યો હતો કે, તેઓ પોતાની ફરજ પૂર્ણ કર્તવ્યનિષ્ઠા અને પૂર્ણ તૈયારીઓની ભાવના સાથે નિભાવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો