તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Madhu Srivastava's Speech At The Inauguration Of The Office In Sayajipura: I Keep The Police And The Collector In My Pocket, No One Has The Strength To Hold My Collar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સયાજીપુરામાં કાર્યાલયના ઉદઘાટનમાં મધુ શ્રીવાસ્તવનો બફાટ: પોલીસ અને કલેકટરને ખિસ્સામાં રાખું છું, કોઈની તાકાત નથી મારો કોલર પકડે

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
સયાજીપુરામાં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરાયું. - Divya Bhaskar
સયાજીપુરામાં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરાયું.
 • મીડિયા કર્મીને ધમકીના કેસમાં કાર્યવાહી ન કરનાર પોલીસ પર વાણીવિલાસ

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વધુ એક વખત વાણીવિલાસ કરી પોલીસ અને કલેકટરને હું ખિસ્સામાં રાખું છું મારો કોઈ કોલર પકડે તેવી તાકાત નથી તેમ કહ્યું હતું. તાજેતરમાં મીડિયા કર્મીને ધમકી આપવાના કેસમાં પોલીસે મધુ શ્રીવાસ્તવ સામે કોઇ કાર્યવાહી કરી ન હતી. આ જ પોલીસ પર ધારાસભ્ય તાડૂકયા હતા. વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર અને પાલિકાની ચૂંટણીમાં ટિકિટ મળી ન હતી અને ભાજપ તરફથી ટિકિટ ન મળતા તેમના પુત્રે અપક્ષ દાવેદારી કરી હતી. જોકે આ ફોર્મ રદ થતાં તેમના ટેકેદારોએ ચૂંટણી અધિકારીની ચેમ્બર પાસે તોડફોડ કરી હતી.

આ વિવાદ હજુ માંડ શાંત થયો છે ત્યાં બુધવારે સયાજીપુરા ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બેફામ નિવેદન આપ્યું હતું કે પોલીસ અને કલેક્ટરને કિસ્સામાં લઈને ફરું છું અને કોઈની તાકાત નથી કે મારો કોલર પકડે. પોલીસ અને કલેક્ટર આ બધા મારા ખિસ્સામાં છે.મધુ શ્રીવાસ્તવે એમ પણ કહ્યું હતું કે હું તમને એમ કહેવા આવ્યો છું કે દેશ આઝાદ છે, આપણે પણ આઝાદ છીએ ને આઝાદ તરીકે ભારતીય જનતા પાર્ટી ને જંગી બહુમતીથી જીતાડી લાવીએ.

અાવું બોલવું યોગ્ય નથી : નીતિન પટેલ
ડે.સીએમ નીતિન પટેલે મધુ શ્રીવાસ્તવના વિવાદી નિવેદન અંગે કહ્યું હતું કે કલેક્ટર તો શું કોઇપણ કર્મચારી માટે આવું બોલવું એ યોગ્ય નથી. કોઇને ધમકી અાપવાનો અધિકાર નથી, કાયદો અને વ્યવસ્થાનું સન્માન કરવુ જોઇઅે. કોંગ્રેસના ભરતસિંહે કહ્યું હતું કે મધુ શ્રીવાસ્તવ અને વડાપ્રધાન મોદીની માનસિકતામાં ઝાઝો ફેર નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો