નારાજગી:મધુ શ્રીવાસ્તવનો બળવો, તો કોઈ અન્ય પક્ષમાંથી પણ ચૂંટણી લડીશ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપને વફાદાર રહ્યો છતાં મારી ટિકિટ કાપી અન્યાય કર્યો
  • મારા કાર્યકર્તાઓ​​​​​​​ હાલ નારાજ છે, તેઓ જેમ કહેશે તે પ્રમાણે કરીશ

વાઘોડિયા બેઠક પરથી 6 ટર્મથી જીતતા વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતાં તેમણે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરીને બળવો કર્યો છે. તેમણે ગુરુવારે મોડી સાંજે મહાદેવ તળાવ પાસે પોતાની ઓફિસ ખાતે સમર્થકોનું ટોળું ભેગું કર્યું હતું અને સમર્થકો ચૂંટણી લડવાનું કહેતાં તેઓએ અપક્ષ ચૂંટણી લડીશ અને જીતીશ પણ ખરો તેમ જણાવ્યું હતું.મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હું વર્ષો સુધી ભાજપને વફાદાર રહ્યો. મારો ગુનો શું? કયા કારણે મારી ટિકિટ કાપી? ટિકિટ નહીં આપી મારી સાથે અન્યાય કર્યો છે. મેં કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો. કોઈ સાબિત કરી આપે કે મેં ભ્રષ્ટાચાર કર્યો છે તો હું રાજકારણ છોડી દઈશ.

આ તમામ મુદ્દે મારી નારાજગી છે. વાઘોડિયા બેઠક પરથી જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી ભાજપે મધુ શ્રીવાસ્તવનું પત્તું કાપ્યું હતું. ટિકિટ ન મળતાં મધુ શ્રીવાસ્તવે પ્રથમ તો પાર્લામેન્ટરી બોર્ડમાં જે નિર્ણય લેવાયો તે શિરોમાન્ય છે અને વાઘોડિયા અને વડોદરા તાલુકાના લોકો કહેશે તો તે અપક્ષ ચૂંટણી લડશે, પરંતુ તેમ છતાં તેઓ ભાજપના સપોર્ટમાં જ રહેશે તેમ જણાવ્યું હતું.ગુરુવારે સાંજે મહાદેવ તળાવ પાસે આવેલી ધારાસભ્યની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થયા હતા.

જ્યાં હાજર મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, કાર્યકર્તા કહેશે તો કોઈ અન્ય પક્ષમાંથી પણ ચૂંટણી લડીશ અને જે પક્ષમાંથી ચૂંટણી લડીશ તેને વફાદાર રહીશ. જ્યારે હાલ કાર્યકર્તા નારાજ છે. મારો કોઈ વાંક-કસૂર નથી, મેં ભાજપમાં રહીને સારાં કામો કર્યાં છે. જ્યારે ભાજપે મારી ટિકિટ કાપતાં મારા કાર્યકરો નારાજ છે. જેથી કાર્યકરો જે કહેશે તે હું કરીશ.

અન્ય સમાચારો પણ છે...