તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Madhu Srivastava's Argument, My Name Is Not Behind The Daughter, Give A Ticket, MLA's Family Love Before The Parliamentary Board In Gandhinagar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટિકિટની માગણી:મધુ શ્રીવાસ્તવની દલીલ, દીકરીની પાછળ મારું નામ નથી,ટિકિટ આપો, ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ધારાસભ્યનો પરિવારપ્રેમ

વડોદરા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
 • જિ.પંચાયતની પોર બેઠકના ભાજપના ઉમેદવારનું સસ્પેન્સ યથાવત્

ગાંધીનગર ખાતે 7 ફેબ્રુઆરીથી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ હતી, જેમાં વડોદરા જિલ્લા-તાલુકા પંચાયત અને નગર પાલિકાના ઉમેદવારોની 3-3 પેનલનાં નામો પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાની દીકરી માટે ટિકિટની માગણી કરી હતી.ધારાસભ્યે પોતાનો તર્ક આપ્યો હતો કે, તેમની દીકરી નિલમના લગ્ન થઈ ગયા હોવાથી હવે તેમની દીકરી પાછળ તેમનું નામ નથી લાગતું, જેથી તેને ટિકિટ મળવી જોઈએ. જોકે ભાજપના નવા નિયમો મુજબ દીકરી કે દીકરા સહિત સગાઓને ટિકિટ નથી આપવાની ,જે આધારે મધુ શ્રીવાસ્તવની દીકરીની પણ ટિકિટ કપાશે તેવી રાજકીય ક્ષેેત્રે ચર્ચાઓ ચાલી રહી છે.

જ્યારે વડોદરા જિલ્લા સહિત 31 જિલ્લા પંચાયતો, 81 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની 8 ફેબ્રુઆરીના રોજથી ફોર્મ વિતરણની સાથે ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. આ ઉપરાંત કોર્પોરેશનની ચૂંટણીમાં 8 ફેબ્રુઆરીનાં રોજ ફોર્મ ચકાસણી કરાશે. ચાલુ વર્ષે વડોદરા જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતના પ્રમુખ માટે રિઝર્વેશનનો પણ નિર્ણય લેવાયો છે.

જેમાં પ્રમુખ પદ માટેનું રોટેશન મુજબ વડોદરા જિલ્લા પંચાયત માટે બિન અનામત, વડોદરા તાલુકા પંચાયત બિન અનામત, વાઘોડિયા તાલુકા પંચાયત એસસી (મહિલા), ડેસર તાલુકા પંચાયત એસટી (મહિલા), સાવલી તાલુકા પંચાયત એસઈબીસી,ડભોઈ તાલુકા પંચાયત બિનઅનામત (મહિલા), કરજણ તાલુકા પંચાયત બિનઅનામત (મહિલા), શિનોર તાલુકા પંચાયત અને પાદરા તાલુકા પંચાયત બિનઅનામત સીટ રહેશે.

જિલ્લા પંચાયતમાં પોર બેઠક ની ટિકિટ માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ડભોઈ અને સાવલીના ધારાસભ્યો દ્વારા શૈલેષ પટેલ (એપીએમસી પ્રમુખ પતિ)ને ટિકિટ મળે તેવી રજૂઆત થઈ હતી. માજી ધારાસભ્ય સતીષ નિશાળિયા દ્વારા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અશોક પટેલનું નામ સંગઠનને અપાયું છે. પોર બેઠક પરથી કોને ટિકિટ મળશે તે અંગે સસ્પેન્સ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો