સૂચક નિવેદન:મધુ શ્રીવાસ્તવ કાલ સુધી ભાજપમાં હતા... ભાજપના નીતિ નિયમો પાળવા દરેક કાર્યકરની ફરજઃ શૈલેષ સોટ્ટા

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
શૈલેષ સોટ્ટા - ફાઇલ તસવીર - Divya Bhaskar
શૈલેષ સોટ્ટા - ફાઇલ તસવીર

ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ જણાવ્યું હતું કે, દિપક શ્રીવાસ્તવ ભાજપના ધારાસભ્યના જ પુત્ર છે. અને મધુ શ્રીવાસ્તવ ગઈકાલ સુધી ભાજપમાં જ હતાં. દિપકને ભાજપે ટિકિટ ન આપી તો પિતાએ અપક્ષમાં ફોર્મ ભરાવડાવ્યું, જેથી સ્વાભાવિક વાત છે કે તે ભાજપની વિરૂદ્ધમાં ગયા છે. ભાજપે ચૂંટણીને લઈને જે નિતી નિયમો બનાવ્યાં છે, તે માથે ચઢાવવા તે દરેક કાર્યકરની ફરજ છે. પાર્ટી દ્વારા શિસ્ત ભંગના પગલા લેવાઈ શકે છે. જ્યારે દીપક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભાજપે કાવાદાવા કરી મારૂ ફોર્મ રદ કર્યું છે. મારે 2 સંતાન છે. આ બાબતે હું હાઈકોર્ટમાં જઈશ.મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે મારા દિકરાને હું વડોદરા શહેરમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટણી લડાવીશ.

દીપક શ્રીવાસ્તવે પુત્રીને દત્તક આપતી વેળાની તસવીર પુરાવારૂપે રજૂ કરાઇ હતી.
દીપક શ્રીવાસ્તવે પુત્રીને દત્તક આપતી વેળાની તસવીર પુરાવારૂપે રજૂ કરાઇ હતી.

મીડિયાકર્મીને ધમકી -તો ઠોકાવી દઈશ
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા ત્યારે મીડિયાકર્મીઓ દ્વારા વાંધા અરજી અંગે સવાલ પૂછવામાં આવતા ઉશ્કેરાયેલા મધુ શ્રીવાસ્તવે મીડીયાકર્મીને હવે પ્રશ્ન પૂછીશ તો માણસને કહી ઠોકાવી દઈશ તેવી ધમકી આપી હતી. જે બાદ મીડીયાકર્મીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું.

ચૂંટણી પહેલાં જ ‘પ્રતિષ્ઠા’ના જંગમાં મધુ શ્રીવાસ્તવની હાર, પુત્ર દીપકનું ફોર્મ રદ
પાલિકાના ચૂંટણીમાં ફોર્મ ચકાસણી વેળા મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપકના ફોર્મ સામે ભાજપે વાંધી ઉઠાવ્યો હતો. જેમાં દીપકની 2017માં જન્મેલી પ્રતિષ્ઠાના મુદે જંગ છેડાતા 2 કલાક સુધી સુનાવણી ચાલી હતી. જેમાં ફોર્મ દર કરી દેવાતા ચૂંટણી પહેલા જ હાર થઇ હતી. દિપકના ટેકેદારોએ ચૂંટણી અધિકારીની કેબીનના કાચ તોડી નાખતા ઉત્તેજના વ્યાપી હતી. પોલીસે બળ વાપરીને ટેકેદારોને બહાર ખદેડવા પડયા હતા.

વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દિકરા દિપક શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ ન આપતા તેને વોર્ડ નંબર 15માંથી અપક્ષ અને મેન્ડેટ વગર ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. દિપકના ફોર્મમાં ભરેલી વિગતો સામે ભાજપના વોર્ડ 15ના ઉમેદવાર આશિષ જોશીએ બે વાંધા ઉઠાવ્યાં હતાં.જેમાં દિપકને 3 સંતાન છે, અને કાયદા મુજબ વર્ષ 2005 પછી 3 સંતાન હોય તો તે ચૂંટણી લડી શકે નહીં, તેમજ પુત્રીને 7 મહિના પહેલાં જ પિતાને દત્તક આપી છે. બીજો વાંધો ચાર મિલકતોના બાકી વેરાનો ઉઠાવ્યો હતો. સોમવારે બપોરે 2 થી 4 વાગ્યા સુધી દિપક શ્રીવાસ્તવ સામે આવેલા વાંધામાં જિલ્લા પંચાયત કચેરીના બીજા માળે આવેલી ચૂંટણી અધિકારીની કચેરીમાં સુનાવણી શરૂ કરાઇ હતી.જેમાં બને પક્ષના વકીલોએ દલીલો કરી હતી. દિપક શ્રીવાસ્તવે રજૂઅાત કરી હતી કે, તેને બે જ સંતાન છે, અને તેની સાચી માહિતી તેને ફોર્મમાં ભરી છે. આ ઉપરાંત તેનો કોઈ વેરો બાકી નથી. જો કે ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ રદ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...