તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવને ટિકિટ નહીં મળતા મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે અને પુત્રને અપક્ષ ચૂંટણી લડાવવાના સંકેટ આપ્યા છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ઘણી પાર્ટીઓ છે. એક જ પાર્ટી પર છાપ મારી નથી. હું ભાજપનો ધારાસભ્ય છું, અમે ભાજપને વફાદાર છીએ. ચૂંટાયા પછી પણ અમે ભાજપ સાથે જ રહેવાના છીએ. 6 તારીખ સુધીમાં કોઇક નવા જૂની થશે,
મારો દીકરો 10 વર્ષથી કોર્પોરેટર છે છતાં ટિકિટ ન મળી એનું દુ:ખ છે
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પાર્ટીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ બદલાયા છે, એમને નિયમો બદલ્યા છે. શૈલેશ સોટ્ટાના દીકરાને પણ ટિકિટ આપી નથી. મારા દીકરાને પણ ટિકિટ આપી નથી. મને કોઇ દુઃખ નથી, મને દુઃખ એ વાતનું છે કે, મારો દિકરો 10 વર્ષ સુધી કોર્પોરેટર તરીકે રહ્યો, મારો દીકરો પહેલી વખત અપક્ષ ચૂંટણી જીત્યો, મારો દિકરો બીજી વખત વડોદરામાં સૌથી મતથી ચૂંટાઇ આવ્યો હતો. તો પણ ટિકિટ આપી નથી, હજી એક દિવસ બાકી છે. અમને આશા છે કે, 6 તારીખ સુધીમાં કોઇક નવા જૂની થશે.
હું અને મારો દીકરો અગાઉ અપક્ષ ચૂંટણી લડીને જીત્યા હતા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાર્ટી ટિકિટ આપશે, નહીં આપે તો પણ પાર્ટી પાછળથી સપોર્ટ કરીને ટિકિટ આપવાના પ્રયાસ કરશે. ભાજપ ટિકિટ આપશે અને જીતીશું. આ પહેલા હું પણ અપક્ષ લડેલો અને પછી ભાજપે મને ટિકિટ આપી હતી. મારો દીકરો પણ અપક્ષ લડ્યો હતો અને જીત્યા બાદ મારા દીકરાને ભાજપને ટિકિટ આપી હતી. પાર્ટીના નિયમ પ્રમાણે સગાવાદની વાત કરીએ તો વડાપ્રધાનના ભાઇના દીકરીને પણ ટિકિટ આપી નથી.
પાર્ટી નિર્ણય નહીં બદલે તો વિચારીશું
મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પાર્ટી નિર્ણય નહીં બદલે તો વિચારીશું. મે મારી પત્નીની ટિકિટ માંગી હતી, પણ આજે ના પાડી દીધી હતી. પણ મારી પુત્રીને જરૂર ટિકિટ મળશે.
પુત્રની ટિકિટ કપાઇ જતાં મધુ શ્રીવાસ્તવ નારાજ થયા
વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવ વડોદરાના વોર્ડ નંબર 15ના કાઉન્સિલર વર્તમાન કાઉન્સિલર છે. જોકે ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં દિપક શ્રીવાસ્તવની ટિકિટ કપાઇ જતા મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે અને પુત્રને અપક્ષ ચૂંટણી લડાવવાના સંકેત આપ્યા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.