ધારાસભ્યનો હુંકાર:મધુ શ્રીવાસ્તવે કહ્યું કે,આપ ભાજપને જીતાડવા માટે ગુજરાતમાં આવી છે

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી ચૂંટણીમાં પોતાને ટિકિટ મળશે તેવો ધારાસભ્યનો હુંકાર
  • આમ આદમી પાર્ટીને કારણે રાજ્યમાં કોંગ્રેસને નુકશાન થશે

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા આમ આદમી પાર્ટી ભાજપને જ જીતાડવા માટે ગુજરાતમાં આવી છે, તેમ કહી આપ પર આડકતરો પ્રહાર કરવામાં આવ્યો છે. તેઓએ વધુ એક વખત વિધાનસભાની ટિકિટ તેઓને જ મળશે અને જીતીને પણ આવશે તેવો હુંકાર કર્યો છે.

પોતાના નિવેદન માટે હંમેશાં વિવાદમાં રહેતા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ ફરીથી પોતાને ટિકિટ આપશે તેનું રટણ કર્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે, ભાજપમાં એવા કોઈ માપદંડ નક્કી નથી કરાયાં જેનાથી મને ટિકિટ ન મળે. અમિત શાહ ગુજરાતમાં આવ્યા હતા ત્યારે કહી ગયા હતા કે જે જીતે છે તેને જ ટિકિટ આપવાની છે. ત્યારે હું 6 વખતથી જીત્યો છું અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ પક્ષ મને જ ટિકિટ આપશે અને હું જીતીશ પણ ખરો.

તેઓએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને જીતાડવા માટે આપ પાર્ટી આવી રહી છે, તેનું કોઇ અસ્તિત્વ જ નથી. આપથી કોંગ્રેસને નુકસાન થશે અને ભાજપને ફાયદો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ તેઓએ પોતાને જ ટિકિટ મળશે તેવા દાવાઓ અનેકવાર કર્યા છે. તદુપરાંત અનેકવાર તેમણે આપેલાં નિવેદનોને કારણે તેઓ વિવાદમાં પણ રહ્યા છે. ત્યારે તેમના દ્વારા વધુ એક વખત વાઘોડિયાની બેઠકના પોતે જ દાવેદાર છે તેવો હુંકાર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...