14મું રતન કોણે બતાવ્યું?:મધુ શ્રીવાસ્તવે 3 દિવસમાં જ પલટી મારી કહ્યું,અપક્ષ લડીને ભાજપને સમર્થન કરીશ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મધુ શ્રીવાસ્તવે રાજીનામું આપી ભાજપને સપોર્ટ નહીં કરે તેમ કહ્યું હતું
  • સીઆર પાટીલ સાથે બેઠક કર્યા બાદ ધારાસભ્યે નિર્ણય બદલ્યો

વાઘોડિયાના ચર્ચામાં રહેતા મધુ શ્રીવાસ્તવ ફરી એક વખત પોતાના અગાઉ અપક્ષ ચૂંટણી લડી અને જીત્યા બાદ કોઈ પણ પક્ષને ટેકો કરશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં રહેશે નહીં તેવો નિર્ણય જાહેર કર્યો હતો. જોકે તેના ત્રીજા જ દિવસે મધુ શ્રીવાસ્તવે પલટી મારીને પોતાનો નિર્ણય બદલ્યો છે અને પોતે અપક્ષ ચૂંટણી લડ્યા બાદ ચૂંટણી જીતી અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરશે તેવો નિર્ણય જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ રવિવારે એટલે કે 13 નવેમ્બરના જ ભારતીય જનતા પાર્ટીમાંથી સામાન્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું, પરંતુ ત્રીજા જ દિવસે તેમણે કાર્યકર્તાઓને આગળ ધરી ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હોવાનો નિર્ણય પર જાહેર કરી દીધો છે.

શનિવારે 12 નવેમ્બરના ગૃહપ્રધાન વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને ત્રણેવ બળવાખોર ધારાસભ્યોને મળી ડેમેજને કંટ્રોલ કરવા પ્રયાસ કર્યો હતો. જોકે મધુ શ્રીવાસ્તવે શનિવારે હર્ષ સંઘવીને મળવાની ના પાડી દીધી હતી અને આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા ત્યારે મધુ શ્રીવાસ્તવને વડોદરા શહેર પ્રમુખ વિજય શાહ તેમને મુલાકાત માટે લઈ ગયા હતા. 10 થી 15 મિનિટ સુધી મધુ શ્રીવાસ્તવ અને સીઆર પાટીલની ચર્ચા ચાલી હતી. તેમણે મધુ શ્રીવાસ્તવને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ ઉમેદવારી ન નોંધાવવા જણાવવામાં આવ્યું હતું. જોકે મધુ શ્રીવાસ્તે પાટીલ વાતને નકારી કાઢી હતી અને અપક્ષ ચૂંટણી લડશે જ તેવી જાહેરાત કરી છે. આવતીકાલે 17 તારીખે મધુ શ્રીવાસ્તવ પોતાની ઉમેદવારી પણ નોંધાવશે.

વિધાનસભા ચૂંટણી 2022ને લઇ વાઘોડિયા વિધાનસભાનાના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ નહીં આપવામાં આવતાં તેમના દ્વારા કાર્યકર્તાઓને એકઠા કરી બળવો કરવામાં આવ્યો હતો અને બે દિવસ સુધી રાજીનામા આપવાની ચમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ કાર્યકર્તાઓને સાથે રાખી મધુ શ્રીવાસ્તવે ભારતીય જનતા પાર્ટીના પ્રાર્થના પણ રાજીનામું આપી દીધું હતું અને અપક્ષ ચૂંટણી લડશે અને ત્યારબાદ કાર્યકર્તાઓ જે પ્રમાણે નક્કી કરશે તે પાર્ટીમાં જોડાશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ નહીં જ કરે તેવું નિવેદન રવિવારના રોજ કરવામાં આવ્યું હતું.

જોકે તેના ત્રીજા દિવસે આજે બુધવારે વધુ શ્રીવાસ્તવ સીઆર પાટીલ સાથેની 15 મિનિટ બેઠક પણ કરી હતી. બેઠકમાં પણ મધુ શ્રીવાસ્તવે તેઓ અપક્ષમાંથી ચૂંટણી તો લડશે જ, કારણ કે કાર્યકર્તાઓ દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તેને તેઓ માનશે, પરંતુ બીજી તરફ ચૂંટણી લડ્યા બાદ જીતશે તો ભારતીય જનતા પાર્ટીને જ સમર્થન કરશે તેવું જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...