મહિલાઓનું વેસ્ટમાંથી બેસ્ટ:કેળાના રેસામાંથી કાગળ બનાવ્યા, જે 500 વર્ષ સુધી ટકશે

વડોદરા5 મહિનો પહેલાલેખક: પ્રણય શાહ
  • કૉપી લિંક
  • સંસ્થાએ આદિવાસી મહિલાઓને કળા શીખવી આત્મનિર્ભર બનાવી

નર્મદા, છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ખેતી વર્ષમાં ચાર જ મહીના થતી હોય છે અને ત્યારબાદ તેઓ આજીવિકા તેમજ રોજગારી માટે સ્થળાંતર કરવું પડતું હોય છે. આ તકલીફને ધ્યાનમાં રાખી 2017માં રીટાબેન ભગત દ્વારા હેપ્પી ફેસીસ નામની સંસ્થાની શરૂઆત કરી આદિવાસી વિસ્તારોમાં ફરી મહિલાઓને ખાસ “વેસ્ટમાંથી બેસ્ટ” બનાવવાની તાલીમ અપાઇ છે. સંસ્થા સાથે સંકળાયેલા ડો.રાહુલ પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં થતી કેળાની ખેતી બાદ કચરામાં ફેરવાતા તેના થડના રેસા મહિલાઓને પૂરા પડાય છે. જેમાંથી પક્ષીના માળા, હેટ, યોગમેટ, ડાઇનીંગ ટેબલની મેટ, આસનીયા, ફ્લાવર વાસ અને હેન્ડમેડ કાગળ બનાવાય છે. આ હેન્ડમેડ કાગળનું આયુષ્ય તો 500 વર્ષથી વધુ હોઇ શકે છે. અત્યાર સુધી 500થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...