વડોદરા શહેરના એક મહિલાએ ઓનલાઇન લોનનો હપ્તો ભરવાનો ચુકાઇ જતાં લોન આપનાર એપ્લિકેશનનું સંચાલન કરતા અજાણ્યા શખસે મહિલાના બિભત્સ ફોટો ઓળખીતાઓને મોકલ્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
1.18 લાખની લોન લીધી હતી
વડોદરાના સભાનપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ ઓનલાઇન એપના માધ્યમથી મે 2021માં 1 લાખ 18 હજારની લોન લીધી હતી. આ લોનના હપ્તા તે દર મહિને નિયમિત ભરતી હતી. પરંતુ મહિલાની નોકરી બદલતા આ મહિને પગાર ન થતાં રૂ.6357નો હપ્તો ભરી શકી ન હતી. જેથી એપ સંચાલન કરતા શખ્સે જુદાજુદા મોબાઇલ નંબરો પરથી મહિલાને ફોન કરી તેના ફોટા મોર્ફ કરી વાયરલ કરવાની ધમકી આપી હતી.
મોર્ફ કરેલા ફોટો મહિલાના પતિને મોકલ્યા
મોર્ફ કરેલા ફોટો મહિલા જે બેંકમાં ખાાતુ ધરાવે છે, તેના મેનેજર અને પતિને મોકલ્યા હતા. આ ઉપરાંત સીબીઆઇની બનાવટી લીગલ નોટિસનો લેટર પણ મોકલ્યો હતો. જેથી મહિલાએ આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.