આજે ડ્રોન વીડિયોમાં નિહાળો વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના ગરબા:'મા તારો ગરબો ઝાકમઝોળ'...પાંચમા નોરતે ટ્રેડિશનલ ડ્રેસમાં યુવાધન હિલોળે ચઢ્યું

વડોદરા2 મહિનો પહેલા

કોરોનાકાળ બાદ રાજ્યભરમાં યોજાઈ રહેલા મોટા ગરબાઓમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે દિવ્ય ભાસ્કર તમને બતાવવા જઈ રહ્યું છે વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના ગરબાનાં આકાશી દૃશ્યો... વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના ગરબામાં પાંચમા નોરતે હજારો ખેલૈયાઓ એકસાથે ગરબે ઘૂમ્યા હતા. આરોહી ગ્રુપના સ્વરના તાલે ખેલૈયાઓને ડોલાવ્યા હતા.

ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
પાંચમા ​​​​​​નોરતે જ વડોદરા શહેરનાં જુદાં-જુદાં ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ ઊમટી પડ્યા હતા. રંગબેરંગી કેડિયાં-ધોતિયાં અને ચણિયાચોળી પહેરીને આવેલાં યુવક-યુવતીઓ મન ભરીને ગરબે ઘૂમ્યા હતા. વડોદરા શહેરના વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના ગરબા મહોત્સવમાં અદભુત દૃશ્યો સર્જાયાં હતાં. આ ઉપરાંત વડોદરાનાં તમામ ગરબા ગ્રાઉન્ડ્સમાં ખેલૈયાઓએ જોરદાર ઉત્સાહ બતાવ્યો હતો.

વડોદરા શહેરના વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના ગરબા મહોત્સવમાં અદભુત દૃશ્યો સર્જાયાં હતાં.
વડોદરા શહેરના વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના ગરબા મહોત્સવમાં અદભુત દૃશ્યો સર્જાયાં હતાં.

હજારો ખેલૈયાઓએ ગરબાની રમઝટ જમાવી
નવલખી ગરબા ગ્રાઉન્ડમાં હજારો ખેલૈયાઓએ ગરબાની રમઝટ જમાવી હતી. વડોદરા શહેરની મધ્યમાં આવેલું નવલખી કમ્પાઉન્ડ સતત ખેલૈયાઓ અને ગરબારસિકોની આવનજાવનથી ધમધમતું રહ્યું હતું. નવરાત્રિમાં યુવાધન હિલોળે ચઢ્યું છે. વરસાદ અંતરાય કરતો હોવા છતાં ઉમંગમાં કોઈ ઓટ આવી નથી.

વડોદરા શહેરનાં જુદાં-જુદાં ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ ઊમટી પડ્યા હતા.
વડોદરા શહેરનાં જુદાં-જુદાં ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ ઊમટી પડ્યા હતા.
આરોહી ગ્રુપના સ્વરના તાલે ખેલૈયાઓને ડોલાવ્યા હતા.
આરોહી ગ્રુપના સ્વરના તાલે ખેલૈયાઓને ડોલાવ્યા હતા.
ખેલૈયાઓ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
ખેલૈયાઓ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
રંગબેરંગી કેડિયાં-ધોતિયાં અને ચણિયાચોળી પહેરીને આવેલાં યુવક-યુવતીઓ મન ભરીને ગરબે ઘૂમ્યા હતા.
રંગબેરંગી કેડિયાં-ધોતિયાં અને ચણિયાચોળી પહેરીને આવેલાં યુવક-યુવતીઓ મન ભરીને ગરબે ઘૂમ્યા હતા.
નવલખી ગરબા ગ્રાઉન્ડમાં હજારો ખેલૈયાઓએ ગરબાની રમઝટ જમાવી હતી.
નવલખી ગરબા ગ્રાઉન્ડમાં હજારો ખેલૈયાઓએ ગરબાની રમઝટ જમાવી હતી.
અન્ય સમાચારો પણ છે...