પરેશાની:એમ કોમની1700 બેઠક સામે 3800 અરજી મળી

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા સત્રના 4 મહિને વર્ગો શરૂ ન થયા
  • ​​​​​​​સોમવારે મેરિટ લિસ્ટ બહાર પડે તેવી શક્યતા

નવા સત્રની શરૂઆતના 4 મહિના પછી પણ એમકોમ શરૂ નહિ થતા વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા છે. 1700 બેઠક સામે 3800 વિદ્યાર્થીઓએ અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે મેરીટ યાદી બહાર પડાય તેવી શકયતા છે. એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં નવા સત્રને 4 મહિનાનો સમય વિતી ગયો હોવા છતાં પણ એમકોમ શરૂ કરવના કોઇ ઠેકાણા પડયા નથી. એમકોમમાં 1700 જેટલી બેઠકોની સામે 3800 જેટલા વિદ્યાર્થીઓએ અરજી કરી છે.

જેના કારણે પણ મેરીટ યાદી પ્રસિધ્ધ કરવામાં વિલંભ થઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. એમકોમના વિદ્યાર્થીઓના મેરીટ યાદી તૈયાર કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. સોમવારે મેરીટ યાદી પ્રસિધ્ધ કરી દેવામાં આવે તેવી શકયતાઓ કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા વ્યકત કરવામાં આવી છે. અત્યારે એફવાય બીકોમની કામગીરી પણ ચાલી રહી છે. એફવાય બીકોમ અને એમકોમની કામગીરી ભેગી થઇ જતાં સત્તાધીશો પણ અટવાઇ ગયા હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...