તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સુરતથી સોમનાથ જતી લક્ઝરી બસ ભરૂચ પાસે ડિવાઇડર પર ચડી ગઈ, 10થી વધુ મુસાફર ઇજાગ્રસ્ત

ભરૂચ5 મહિનો પહેલા
લકઝરી બસના ચાલકે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો - Divya Bhaskar
લકઝરી બસના ચાલકે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો
  • ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

સુરતથી સોમનાથ જતી લકઝરી બસના ચાલકે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા ભરૂચ RTO પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં 10થી વધુ મુસાફરોને સામાન્ય ઇજાઓ થઇ હતી. જેથી તેઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સદનસીબે બસ પલટી ખાતા બચી ગઇ
સુરતથી સોમનાથ જતી લક્ઝરી બસ ચાલકે કાબૂ ગુમાવતા ડિવાઈડર પર બસ ચડી ગઇ હતી. જોકે, સદનસીબે બસ પલટી ખાતા બચી ગઇ હતી. જેથી જાનહાની ટળી ગઇ હતી. લક્ઝરી બસ મુસાફરો પૈકી 10થી વધુ મુસાફરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જેઓને હાલ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

મહાસાગર ટ્રાવેલ્સની બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી
મહાસાગર ટ્રાવેલ્સની બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી

અકસ્માતને પગલે ભરૂચ હાઇવે પર ટ્રાફિકજામ થયો
લક્ઝરી બસને થયેલા અકસ્માતને પગલે ભરૂચ હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો. જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા.

ભરૂચ હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો
ભરૂચ હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો
10થી વધુ મુસાફરને સામાન્ય ઇજાઓ પહોંચી
10થી વધુ મુસાફરને સામાન્ય ઇજાઓ પહોંચી
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો