માનવતા મહેંકી:અકસ્માત બાદ બ્રેઇન ડેડ થયેલા વડોદરાના 33 વર્ષીય યુવકના ફેફસા, લિવર, કિડની અને આંખોનું દાન કરાયું

વડોદરા12 દિવસ પહેલા
જે બ્રેઇન ડેડ દર્દીના ફેફસા લીવર, બંને કિડની તેમજ આંખોનું દાન કરાયું
  • ફેફસા હવાઇ માર્ગે ચેન્નઇ અને બંને કિડની અને લીવર અમદાવાદ ગ્રીન કોરિડોર કરી લઇ જવાયા

વડોદરામાં બ્રેઇન ડેડ યુવકના ફેફસા, લિવર, બંને કિડની તેમજ આંખોનું દાન કરવામાં આવ્યું હતું. જેનાથી પાંચ લોકોને નવજીવન મળશે.

વડોદરામાં રહેતા 33 વર્ષના સચિન બ્રહ્મભટ્ટને ડભોઇ વેગા ચોકડી નજીક ગત 4 મે ના રોજ અકસ્માત થયો હતો. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ન્યૂરોસર્જન, ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ દ્વારા સારવાર કરવા છતાં ગઇકાલ બુધવારે બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

બંને કિડની અને લીવર અમદાવાદ ગ્રીન કોરિડોર કરી લઇ જવાયા
બંને કિડની અને લીવર અમદાવાદ ગ્રીન કોરિડોર કરી લઇ જવાયા

સચિન બ્રહ્મભટ્ટના પત્ની અને પરિવારજનોને અંગદાન અંગે સમજાવવામાં આવતા તેઓ તૈયાર થયા હતા. જેથી આજે સાંજે બ્રેઇન ડેડ દર્દીના ફેફસા લીવર, બંને કિડની તેમજ આંખોનું દાન કરવામાં આવ્યું હતું. ફેફસા હવાઇ માર્ગે ચેન્નઇ લઇ જવાયા હતા. તેમજ બંને કિડની અને લીવર અમદાવાદ ગ્રીન કોરિડોર કરી લઇ જવામાં આવ્યા હતા.

અંગદાન અંગે તપન બારોટે જણાવ્યું હતું કે, અમારા ભાઇને અકસ્માત બાદ બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. જેથી તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં કુલ ત્રણ વ્યક્તિઓએ અંગદાન કર્યું છે જેમાં ત્રણેય વ્યક્તિ બારોટ સમાજના છે.

અન્ય સમાચારો પણ છે...