નવા મશીનથી ઝડપી નિદાન થશે:વડોદરાની સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં ત્રણ પ્રોબ ધરાવતું લ્યુમિફાય ટેબ્લેટ પોર્ટબલ મશીન સ્થાપિત કરાયું

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
લ્યૂમિફાય ટેબ્લેટ પોર્ટેબલ મશીન - Divya Bhaskar
લ્યૂમિફાય ટેબ્લેટ પોર્ટેબલ મશીન
  • રોજ 300થી વધુ દર્દીઓની ત્વરિત અને સ્થળ પર તપાસ નિદાન અને સચોટ સારવાર કરશે
  • છાતી અને પેટની તપાસ, સોનોગ્રાફી,ઇમરજન્સી ઇકો કાર્ડિયોગ્રાફી જેવી પ્રોસિઝર કરી કરી શકે છે

વડોદરાની સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના રૂ.25 લાખના વિધાયક અનુદાનની મદદથી ખૂબ અદ્યતન,વિવિધ પ્રકારે ઉપયોગી અને જીવન રક્ષક કહી શકાય તેવું, એક કે બે નહીં પણ ત્રણ પ્રોબ ધરાવતું લ્યૂમિફાય ટેબ્લેટ પોર્ટેબલ મશીન સ્થાપિત અને કાર્યરત કરવામાં આવ્યું છે. તેના ત્રણ પ્રોબ જાતે જ એક સ્વતંત્ર ઉપકરણ તરીકે ઉપયોગી છે. આ પ્રકારના અતિ અદ્યતન ત્રણ પ્રોબ રાજ્યના સરકારી દવાખાનાઓમાં સૌથી પહેલા સયાજી હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવ્યાં છે.

તાત્કાલિક સારવાર વિભાગમાં દૈનિક 300થી વધુ દર્દીઓ, અકસ્માતોના ઇજાગ્રસ્તો ઇત્યાદિને લાવવામાં આવે છે, જે પૈકી ઘણાં કટોકટીની સ્થિતિમાં હોય છે અને તેમની ત્વરિત તપાસ અને સચોટ નિદાન, ઝડપી સારવાર અનિવાર્ય છે તેવી જાણકારી આપતાં એસોસિયેટ પ્રોફેસર( સહ પ્રાધ્યાપક) ડો.બેલીમ ઓ.બી. જણાવે છે કે, વજનમાં ખૂબ હળવા આ પ્રોબને તબીબ દર્દીની પથારી સુધી સહેલાઇથી, કોઈની મદદ વગર એકલે હાથે લઈ જઈને છાતી અને પેટની તપાસ, સોનોગ્રાફી,ઇમરજન્સી ઇકો કાર્ડિયોગ્રાફી જેવી પ્રોસિઝર કરી ત્વરિત અને સચોટ નિદાન કરી શકે છે જે સારવાર નિર્ધારિત કરીને ત્વરિત શરૂ કરવામાં ખૂબ ઉપયોગી બને છે.તાત્કાલિક સારવારનું નવું વિજ્ઞાન પી.ઓ.સી.ટી. વિકસી રહ્યું છે જેમાં આ પ્રકારના ઉપકરણો ચાવી રૂપ અગત્યતા ધરાવે છે.

ઇમરજન્સી વિભાગના કાર્યકારી વડા અને સર્જન ડો.બેલીમ વધુમાં જણાવે છે કે, તાત્કાલિક સારવાર વિભાગમાં ઘણીવાર વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયાઓ તાત્કાલિક કરવી પડે તેવી સ્થિતિ સર્જાય છે.તેવા સંજોગોમાં આ સહેલાય થી પથારી સુધી કે સ્ટ્રેચર સુધી લઈ જઈને સોનોગ્રાફી અને ઇકોકાર્ડિયોગ્રાફી શક્ય બનાવતું ઉપકરણ ખૂબ ઉપયોગી બની રહે છે.

આ ઉપકરણો તબીબી શિક્ષણમાં પણ ઉપયોગી બનશે. તેને મોબાઈલ,કોમ્પ્યુટર,લેપટોપ અને ટેબ્લેટ સાથે જોડી શકાય છે. અત્યાર સુધી ક્રિટીકલ હાલતમાં આવેલા દર્દીઓને ઇકોકાર્ડિયોગ્રાફી ઇત્યાદિ માટે અન્ય હોસ્પિટલોમાં મોકલવા પડતાં.આ ઉપકરણો થી તે સ્થળ પર શક્ય બનતાં હાલાકી ઘટશે અને જીવન રક્ષા થશે.

અન્ય સમાચારો પણ છે...