તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Lover Who Ran Away From Home In Dhadagam Of Chhotaudepur, Was Caught And Brutally Beaten By The Family With A Stick Tied To An Electric Pole

પ્રેમી યુગલને તાલિબાની સજા:છોટાઉદેપુરના ધડાગામમાં ઘરેથી ભાગી ગયેલા પ્રેમી પંખીડાને પકડી લાવી પરિવારે વીજ પોલ સાથે બાંધી લાકડીથી બેરહેમીથી માર્યાં

વડોદરા2 મહિનો પહેલા
  • એક જ ગામમાં રહેતા પ્રેમી પંખીડા ઘરેથી ભાગી છૂટ્યા બાદ યુવતીના પરિવારજનો બંને શોધીને ઘરે લાવ્યા હતા
  • પ્રેમી પંખીડાને માર મારતો વીડિયો છોટાઉદેપુર પંથકમાં વાઇરલ થતાં રંગપુર પોલીસે કાર્યવાહી શરૂ કરી

છોટાઉદેપુર જિલ્લાના રંગપુર રાઠ વિસ્તારમાં ધડાગામ ખાતે પ્રેમી યુગલને તાલિબાની સજા આપતો વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી ગઇ છે. યુવતીના પરિવારજનો દ્વારા પ્રેમ યુગલને વીજળીના થાંભલે બાંધી માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. વાઇરલ વીડિયોના આધારે રંગપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

બે દિવસ પૂર્વે પ્રેમી પંખીડા ઘરેથી જંગલમાં ભાગી ગયા હતા
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલો વીડિયો છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ધડાગામ ખાતેનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં એક જ ગામમાં આડોશ-પાડોશમાં રહેતા યુવક અને યુવતી એક બીજાના પ્રેમમાં હતા. બે દિવસ પૂર્વે ઘરેથી જંગલમાં ભાગી ગયા હતા. ત્યાર બાદ યુવતીના પરિવારજનોએ શોધી કાઢ્યા હતા અને પ્રેમી યુગલને વીજળીના થાંભલે બાંધીને તાલિબાની સજા ફટકારી હતી.

વાઇરલ વીડિયોના આધારે રંગપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
વાઇરલ વીડિયોના આધારે રંગપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

પ્રેમી યુગલને પરિવારે બેરહેમીથી માર માર્યો
યુવતીના કાકાએ યુવાનને વીજપોલ સાથે બાંધી દીધો હતો અને લાકડીથી ઘા માર્યા હતા અને યુવતીને પણ બેરહેમીપૂર્વક માર મારતો વીડિઓ વાઇરલ થયો હતો. 15 જૂનના રોજ આ ઘટના બની હોવાથી ઝડપથી વાઇરલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

એક જ ગામમાં રહેતા પ્રેમી પંખીડા ઘરેથી ભાગી છૂટ્યા બાદ યુવતીના પરિવારજનો બંને શોધીને ઘરે લાવ્યા હતા
એક જ ગામમાં રહેતા પ્રેમી પંખીડા ઘરેથી ભાગી છૂટ્યા બાદ યુવતીના પરિવારજનો બંને શોધીને ઘરે લાવ્યા હતા

આદિવાસી પથંકમાં આવી તાલિબાની સજાઓ અપાય છે
આદિવાસીઓની અંદર આજે પણ એવી પ્રથા ચાલે છે કે, મા બાપની મરજી વિરુદ્ધ જો કોઈ યુવતી જતી રહે તો પંચ બેસી તેનો નિકાલ કરે છે. બન્ને પક્ષ તરફથી પંચ આવી દંડકીય રકમ નક્કી કરે છે, એ યુવાને આપવી પડતી હોય છે. જો આમાં સમજૂતી ન થાય તો ભારે ઘર્ષણ પણ થતાં હોય છે. આ પ્રથા કોઈ રોકી શકતું નથી. અગાઉ ભાગી ગયેલ યુવક યુવતીઓને સજા થયેલી છે.

પ્રેમી પંખીડાને માર મારતો વીડિયો છોટાઉદેપુર પંથકમાં વાઇરલ થતાં રંગપુર પોલીસે કાર્યવાહી શરૂ કરી
પ્રેમી પંખીડાને માર મારતો વીડિયો છોટાઉદેપુર પંથકમાં વાઇરલ થતાં રંગપુર પોલીસે કાર્યવાહી શરૂ કરી

અગાઉ છોટાઉદેપુરના બીલવાટ ગામમાં પ્રેમી સાથે ભાગેલી સગીરાને ઢોર માર માર્યો હતો
24 મે-2020ના રોજ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં અને ગુજરાતની સરહદે આવેલા બીલવાટ ગામની સગીર યુવતી એક યુવક સાથે ભાગી ગઈ હતી. જે તેના પરિવારજનોને પસંદ નહીં પડતા સગીરાને 15 જેટલી લોકોએ જાહેરમાં લાકડી વડે ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. સગીર વયની યુવતી ગામના યુવાન સાથે ભાગી ગઈ હતી. જેને શોધી કાઢીને ઘરે લાવી યુવતીને જાહેરમાં લાકડીઓ અને ગડદા પાટુનો માર મારતો વીડિયો બહાર આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...