વિધર્મીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી:વડોદરાના કરજણમાં M.comની વિદ્યાર્થિની પર CAનો અભ્યાસ કરતા પ્રેમીએ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું

વડોદરા3 મહિનો પહેલા
  • ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપી એકથી વધુ વખત દુષ્કર્મ કર્યું

લવજેહાદના કિસ્સાઓ વચ્ચે વધુ એક લવજેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની એમ.કોમ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી પ્રિતી (નામ બદલ્યુ છે) એ ચાર્ટર્ડ એકાઉન્ટમાં (સી.એ.)માં અભ્યાસ કરતા પ્રેમી સર્ફરાજ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. કરજણ પોલીસે આરોપીની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. કોવિડના રિપોર્ટ બાદ તેની ધરપકડ કરવામાં આવશે. યુવાનની ધરપકડ બાદ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

કોલેજમાં યુવાન અને યુવતી પ્રેમમાં પડ્યા હતા
આ બનાવની તપાસ કરી રહેલા કરજણ પોલીસ સ્ટેશનના PSI ડી.જી. તડવીએ જણાવ્યું હતું કે, યુવતી અને યુવાન કોલેજ કાળ દરમિયાન સંપર્કમાં આવ્યા હતા. તેઓ વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સબંધ હતો. મે-2022 દરમિયાન બંને વચ્ચે મુલાકાત થઇ હતી. તે દરમિયાન સર્ફરાજે યુવતી સાથે શારીરીક સબંધ બાંધ્યા હતા. દરમિયાન યુવતીએ સર્ફરાજ સામે કરજણ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. હાલ સર્ફરાજની અટકાયત કરી લેવામાં આવી છે અને તેનો કોવિડનો રિપોર્ટ આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે.

યુવતી અને યુવાન કોલેજ કાળ દરમિયાન સંપર્કમાં આવ્યા હતા.(પ્રતિકાત્મક તસવીર)
યુવતી અને યુવાન કોલેજ કાળ દરમિયાન સંપર્કમાં આવ્યા હતા.(પ્રતિકાત્મક તસવીર)

માર્ચ અને મે માસમાં યુવાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ
પોલીસ તપાસમાં એવી પણ વિગતો બહાર આવી છે કે, સર્ફરાજ પ્રિતીને માર્ચ માસમાં અને મે-2022 માસમાં અલગ-અલગ બે વખત ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો અને ફોટા વાયરલ કરવાની અવાર-નવાર ધમકી આપી તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું. સર્ફરાજની ધમકીઓથી ગભરાઇ ગયેલી યુવતીએ તેના પરિવારને જાણ કરી હતી. દરમિયાન પરિવારની હુંફ મળતા પ્રિતીએ સર્ફરાજ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પ્રિતી અને સર્ફરાજ સામાન્ય પરિવારના છે. કરજણ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવે સમગ્ર કરજણ પંથકમાં ચકચાર જગાવી મુકી છે.

યુવતીએ સર્ફરાજ સામે કરજણ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી.(પ્રતિકાત્મક તસવીર)
યુવતીએ સર્ફરાજ સામે કરજણ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી.(પ્રતિકાત્મક તસવીર)