તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવજેહાદ:લવજેહાદ કોઇ સંજોગોમાં ચલાવી નહીં લેવાય : સાંસદ

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
શૈલેષ સોટ્ટા ધારાસભ્ય - Divya Bhaskar
શૈલેષ સોટ્ટા ધારાસભ્ય
  • દીકરીને તેના મા-બાપ ને સોંપી દેવા રંજનબેન ભટ્ટની રજૂઆત
  • ધર્મ પરિવર્તન માટે કલેક્ટરની મંજુરીનો કાયદો લાવો : સોટ્ટા

નાગરવાડાની યુવતીને ધર્મ પરિવર્તન કરાવી વિધર્મી યુવકે નિકાહ કરતાં હોબાળો મચ્યો હતો. સાંસદ અને ડભોઇના ધારાસભ્યએ આ મામલાને વખોડી કાઢી લવ જેહાદ કોઇપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય તેમ જણાવ્યુ઼ હતુંં. સાંસદ રંજનબહેન ભટ્ટે જણાવ્યું હતું કે હિન્દુ દીકરીને ફોસલાવીને લઈ જઇ લવ જેહાદ કરાય છે તે બિલકુલ ખોટું છે.

ખોટી રીતે ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ ચલાવી લેવાશે નહીં. આવું કૃત્ય કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ અને દીકરીને તેના મા-બાપ ને સોંપી દેવી જોઈએ. શહેર પોલીસ કમિશનર જોડે આ અંગે ચર્ચા કરી છે અને હિન્દુ દીકરીને ભગાડી જનાર સામે કડક કાર્યવાહી થાય તેવી માગણી પણ કરી છે. પોલીસ પણ સહકાર આપી રહી છે. હિન્દુ છોકરીઓને મુસ્લિમ લઈ જાય તો કડક કાર્યવાહી થવી જોઈએ. લવજેહાદ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.

જયારે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ જણાવ્યું હતું કે લવ જેહાદ અટકાવવા માટે ઉત્તર પ્રદેશની માફક ગુજરાતમાં કાયદો લાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો જ છે અને લવ જેહાદ માટે કાયદો જરૂરી છે.વડોદરામાં ફરીથી જે લવ જેહાદની ઘટના સામે આવી છે તેમા ગંભીર બાબત એવી છે મહારાષ્ટ્ર માં જઇને છોકરીનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે તેવી વાત મળી છે.

જો આવું હોય તો તેનો દુરોપયોગ થતો અટકાવવા માટે સ્થાનિક કલેકટરની જ પરવાનગી મંજુર રખાય તેવો કાયદો લાવવો જોઈએ.જે વિસ્તારના છોકરા છોકરી હોય તે વિસ્તાર ના જ કલેકટર ધર્મ પરિવર્તન માટે મંજૂરી આપે તો જ તેને માન્ય ગણવું જોઈએ અને તોજ આવી રીતે કરાતા ધર્મ પરિવર્તનનો દુરોપયોગ થતો અટકશે.

અન્ય સમાચારો પણ છે...