તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવ-જેહાદ કેસ:સુવ્યવસ્થિત ષડ્યંત્ર હોવાની શંકાને આધારે તપાસ કરાશે; મોહિબ પઠાણ, તેના ભાઈ મોહસિન અને પિતા ઈમ્તિયાઝને બે દિવસના રિમાન્ડ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોહિબ પઠાણ, મોહસિન પઠાણ (જેઠ), ઇમ્તિયાઝ પઠાણ (પિતા). - Divya Bhaskar
મોહિબ પઠાણ, મોહસિન પઠાણ (જેઠ), ઇમ્તિયાઝ પઠાણ (પિતા).
  • અન્ય કોઈની ચઢામણી કે સંડોવણી છે કે કેમ એ અંગે પણ તપાસ શરૂ

વડોદરામાં ગુરુવારે નોંધાયેલા લવ-જેહાદના કિસ્સામાં સંતોકનગરના મોહિબ પઠાણ તેના ભાઈ મોહસિન અને પિતા ઈમ્તિયાઝની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતાં 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. શહેરના જૂના છાણી રોડની હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ફતેગંજ પોલીસ મથકની સામે સંતોકનગરમાં રહેતા બેકાર મોહિબ પઠાણે 2020માં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. લગ્ન પહેલાં હિન્દુ યુવતીને તેનો ધર્મ અને રિવાજ પાળવાની ખાતરી આપનારા મોહિબે લગ્નના એક જ મહિનામાં તેનો રંગ બદલ્યો હતો. તેણે યુવતીને બુરખો પહેરવા અને નમાઝ પઢવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, મોહિબનો મોટો ભાઈ મોહસિન પણ તેની સાથે શારીરિક અડપલાં કરતો હતો.

પુત્રના જન્મ બાદ શિવ નામ રાખ્યા બાદ પણ મોહિબે નામ બાબતે મારઝૂડ કરી હતી. અંતે, યુવતીએ હિંમત દાખવી હતી અને ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે મોહિબ પઠાણ, તેના ભાઈ મોહસિન અને પિતા ઈમ્તિયાઝની અટકાયત કરી હતી. તેમના કોરોના ટેસ્ટ કર્યા બાદ શુક્રવારે ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં આ એક સુવ્યવસ્થિત ષડયંત્ર છે કે કેમ એ અંગેની તપાસ માટે તેમજ આ કૃત્યમાં અન્ય કોઈ ઇસમની ચઢામણી કે સંડોવણી છે કે કેમ એ સહિતના મુદ્દે રિમાન્ડ માગતાં કોર્ટે બંનેના 2 દિવસના મંજૂર કર્યા હતા.

અન્ય 4 યુવતીનાં માતા-પિતાએ પણ હિન્દુ સંગઠનોનો સંપર્ક કર્યો
લવ-જેહાદનો કાયદો અમલમાં આવતાં 6 દિવસમાં લવ-જેહાદના બે કિસ્સા સામે આવ્યા છે. બે યુવતીઓ અને તેમના પરિવારોએ વિધર્મીઓ સામે હિંમત દાખવતાં હવે લવ-જેહાદ જેવી ઘટનાઓથી પીડિત યુવતીઓના પરિવારોએ હિન્દુ સંગઠનોનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું છે. અન્ય 4 યુવતીનાં માતા પિતા હાલમાં હિન્દુ સંગઠનો સાથે વાતચીત કરી રહ્યાં છે, જેને પગલે વધુ કિસ્સા બહાર આવે તેવી વકી છે.

SSGમાં એસીપી અને MLO વચ્ચે ચકમક
ફતેગંજ પોલીસ મથકમાં નોંધાયેલી લવ-જેહાદની ઘટનામાં યુવતીના પતિ મોહિબે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. તદુપરાંત યુવતીની અનેક મેડિકલ તપાસ કરવાની હોવાથી તેને ગુરુવારે સવારે 11 વાગે સયાજી હોસ્પિટલમાં ચેકઅપ માટે મોકલવામાં આવી હતી, જયાં તેણે ઇનકાર કર્યો હતો, જેના કારણે રિપોર્ટમાં મોડું થતાં એસીપી સયાજીમાં પહોંચ્યા હતા. ત્યાં એમએલઓ સાથે ચકમક ઝરી હતી. અગાઉ ના કહેનાર યુવતીનું આખરે શુક્રવારે બપોરે ચેકઅપ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...