લવ જેહાદની વધુ એક ફરિયાદ:મુસ્લિમ યુવકે પાટીદાર યુવતીને ફસાવીને નિકાહ કર્યા, માતાજીના ફોટા ફાડી નાખ્યા, શિવજીની મૂર્તિ ફેંકી દીધી

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ મુસ્લિમ ધર્મ પાળવા માટે પતિ હિન્દુ યુવતીને ત્રાસ આપતો હતો
  • પતિની ગેરહાજરીમાં જેઠ યુવતી સાથે છેડતી કરતો હતો, પ્રેગ્નેન્સી માટે સસરાએ રૂપિયા આપવાની ના પાડી દીધી
  • ફતેગંજ પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ સુધારા 2021ની કલમ-4(એ) મુજબ ગુનો દાખલ કર્યો
  • હિન્દુ યુવતી પર ત્રાસ ગુજારતા મુસ્લિમ પતિ, સસરા અને જેઠ સામેની પોલીસે અટકાયત કરી

વડોદરા લવ જેહાદના કેસમાં એપી સેન્ટર બની રહ્યું છે. ભુતકાળમાં 6 મહિનામાં લવ જેહાદના 6 કિસ્સા બાદ 6 દિવસે બીજો ગુનો નોંધાયો છે. 23 વર્ષીય પાટીદાર યુવતીને જૂના છાણી રોડ પર રહેતા મોહિબ ઇમ્તીયાઝખાન પઠાણે પ્રેમ જાળમાં ફસાવીને રજિસ્ટર્ડ મેરેજ કર્યા બાદ બળજબરીપુર્વક નિકાહ કર્યા હતા. તેનું નામ પણ માહિરા રાખી હિન્દુ યુવતીના આસ્થાના પ્રતિક સમાન માતાજીના ફોટા ફાડી નાંખી શિવજીની મૂર્તિ ફેંકી દીધી હતી. મોહિબ પઠાણ અને તેના ભાઇ અને પિતાએ પણ તેની પર ત્રાસ ગુજાર્યો હતો. ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધી મોહિબ પઠાણ તથા તેના ભાઇ મોહસીન અને પિતા ઇમ્તીયાઝની ગુરુવારે અટકાયત કરી હતી. યુવતીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં બુરખો પહેરવા અને નમાઝ પઢવા દબાણ કરાતું હોવાનું કહ્યું હતું.

હવે તારે મુસ્લિમ ધર્મ અપનાવવો પડશે
શહેરના જુના છાણી રોડ પર રહેતી 23 વર્ષીય યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તે અભિલાષા ચારરસ્તા પાસેની સોસાયટીમાં રહે છે.2018માં તેનો સંતોક નગરના મોહિબ પઠાણ સાથે પરિચય થયો હતો ત્યારબાદ તેને વાતોમાં ફસાવી 2020માં તેની સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ મોહિબ પઠાણે તેની સાથે અશ્લિલ ચેષ્ટાઓ કરીને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. ત્યારબાદ તે લગ્ન બાદ મોહિબના ઘેર રહેવા આવી ત્યારે તે સાથે માતાજીના ફોટા અને શિવજીની મૂર્તિ લાવી હતી અને તે ઘરમાં પુજા પાઠ કરતી ત્યારે મોહિબે તે મારી સાથે નિકાહ કર્યા છે તો હવે તારે મુસ્લિમ ધર્મ અપનાવવો પડશે તેમ જણાવી મોહિબ ઉશ્કેરાયો હતો અને માતાજીના ફોટા ફાડી નાંખ્યા હતા અને શિવજીની મૂર્તિ નીચે નાંખી દીધી હતી. મોહિબ તેને અવાર નવાર મારઝુડ કરતો હતો.

હિન્દુ યુવતી પર ત્રાસ ગુજારતા મુસ્લિમ પતિ, સસરા અને જેઠ સામેની પોલીસે અટકાયત કરી
હિન્દુ યુવતી પર ત્રાસ ગુજારતા મુસ્લિમ પતિ, સસરા અને જેઠ સામેની પોલીસે અટકાયત કરી

પુત્રને શિવ કહીને બોલાવે ત્યારે મોહિબ તેની મારઝુડ કરતો
યુવતીએ પુત્રનું જન્મ આપ્યા બાદ તેનું નામકરણ કરી તેનું નામ શિવ રાખતા મોહિબ ઉશ્કેરાયો હતો અને આ છોકરો મારો છે અને તેનું નામ હું મુસ્લિમ ધર્મ મુજબ રાખીશ તેમ જણાવ્યું હતું. તે પુત્રને શિવ કહીને બોલાવે ત્યારે મોહિબ તેની મારઝુડ કરતો હતો. ત્યારબાદ મોહિબના ભાઇ અને તેના પિતાએ પણ તેને ત્રાસ ગુજાર્યો હતો. પતિ, જેઠ અને સસરાના ત્રાસથી કંટાળેલી યુવતીએ તેની માતાના ઘેર જવાનું કહેતા મોહિબે તેને માર માર્યો હતો. યુવતીએ આખરે ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોહિબ પઠાણ, તેના ભાઇ મોહસિન પઠાણ તથા પિતા ઇમ્તીયાઝની ધરપકડ કરી હતી.

બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ મુસ્લિમ ધર્મ પાળવા માટે પતિ હિન્દુ યુવતીને ત્રાસ આપતો હતો
બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ મુસ્લિમ ધર્મ પાળવા માટે પતિ હિન્દુ યુવતીને ત્રાસ આપતો હતો

તમારા હિન્દુ ધર્મમાં આવું ચાલ્યા કરે તેમ કહી જેઠ મોહસીન છેડતી કરતો
યુવતીએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે ઘરમાં કોઇ ન હતું ત્યારે મોહિબના ભાઇ મોહસીને તેનો તેનો હાથ પકડી લીધો હતો અને તમારા હિન્દુ ધર્મમાં આવુ બધુ ચાલ્યા કરે છે જેથી યુવતીએ વિરોધ કરતાં તેણે હાથ છોડી દીધો હતો. તમામે તું ઘરમાં આવી ત્યારબાદ મારી દશા બેઠી છે તેમ કહી ભેગા મળી તેને માર માર્યો હતો. મોહિબે યુવતી પાસે વારંવાર અપ્રાકૃતિક સેકસની માંગણી કરતાં યુવતી થાકી ગઇ હતી. અને તે માંગ ના સ્વીકારે તો તે મારઝુડ કરતો હતો. તેના પિતા ઇમ્તીયાઝે પણ આ બાબતે મોહિબને ટેકો આપ્યો હતો.

ઇમોશનલ બ્લેકમેલ: લગ્ન નહીં કરે તો હું મરી જઇશ
યુવતીએ જણાવ્યું હતું કે મોહિબ તેને લગ્ન કરવાનું જણાવતો હતો અને જો તું મારી સાથે લગ્ન નહી કરે તો હું મરી જઇશ અને જો તું મારી ના થઇ તો કોઇની થવા નહી દઉં અને આ પ્રકારે તેણે લગ્નનું દબાણ કરી મોહિબે તું તારી મરજીથી હિન્દુ ધર્મ પાળી શકીશ તેમ કહ્યું હતું.

18 જૂનના રોજ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ યુવક સમીર અબ્દુલ કુરેશી સામે પ્રથમ કેસ નોંધાયો હતો
18 જૂનના રોજ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ યુવક સમીર અબ્દુલ કુરેશી સામે પ્રથમ કેસ નોંધાયો હતો

ધો. 12 ની પરીક્ષા આપવા ગઇ ત્યારે મોહિબે ફસાવી
2018માં યુવતી ધોરણ 12ની પરીક્ષા આપવા ગઇ ત્યારે મોહિબ તેના નાના ભાઇને આ જ સ્કૂલમાં પરીક્ષા આપવા મુકવા આવતો હતો. બંને વચ્ચે સ્કુલ ગેટ પાસે પરિચય થતાં મોબાઇલ નંબરની આપ લે કરી હતી. ત્યારબાદ મોહિબે સતત સંપર્કમાં રહી પ્રેમજાળમાં ફસાવી હતી.

આવી યુવતીઓની હિંમતને હું દાદ આપું છું...
સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું- મુસ્લિમ યુવાનો દ્વારા હિન્દુ યુવતીને ફસાવી લગ્ન કરી તરછોડવાની ઘટના આખા રાજ્યમાં બને છે. નવા કાયદાને પગલે ભોગ બનનાર પરિવારોની હિંમત ખુલી છે. ભોગ બનનાર યુવતીઓ પોલીસ ફરિયાદ કરે છે તેમની હિંમતને દાદ આપું છું.

હવે શહેરીજનોને જાગૃત થવાની જરૂર...
ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ કહ્યું- શહેર-જિલ્લામાં લવજેહાદના કિસ્સા વધતા CMને પત્ર લખી કાયદો લાવવા જણાવ્યું હતું. હવે કાયદો અમલમાં આવી ગયો છે.ત્યારે પોલીસ કાયદા અનુસાર આરોપીને કડક સજા અપાવશે. શહેરીજનોએ જાગૃત થવાની જરૂર છે.

અઠવાડિયા પહેલા જ વડોદરામાં લવ જેહાદનો પહેલો કેસ નોંધાયો હતો
ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ લાગુ કરાયાના ત્રણ દિવસ બાદ 18 જૂનના રોજ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ નોંધાયો હતો. મુસ્લિમ યુવક સમીર અબ્દુલ કુરેશી ખ્રિસ્તી હોવાનું જણાવી મિત્રતા બાંધી હિન્દુ યુવતી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધી તેની સાથે નિકાહ પઢ્યા હતા અને યુવતીનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું. ત્યાર બાદ મારઝુડ કરીને તેના જાતી વિષયક અપશબ્દો બોલતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતમાં લવ જેહાદ કાયદો 15મી જૂનથી અમલી બન્યો
ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ બહુચર્ચિત લવ જેહાદ કાયદો 15મી જૂનથી અમલી બન્યો છે. આ કાયદાની મુખ્ય જોગવાઇ મુજબ હવે કોઇપણ વ્યક્તિ લગ્નની લાલચે ધર્મ પરિવર્તન કરાવશે અને ધર્મપરિવર્તનના હેતુથી લગ્ન કરશે તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે. ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરાઇ છે.