પ્રદર્શન:લોરી બેકરે વડોદરામાં ત્રણ ઇમારતો ડિઝાઇન કરી હતી

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર્કિટેક્ટ લોરી બેકર વોક, તસવીરી પ્રદર્શન યોજાશે
  • ​​​​​​​સ્થાનિક ચીજો-વાતાવરણને ધ્યાનમાં રાખતા હતા

શહેરના 511મા સ્થાપના વર્ષ અને હેરિટેજ વીકની ઉજવણીના ભાગરૂપે બુધવારે જાણીતા બ્રિટિશન આર્કિટેક્ટ લોરી બેકરે ડિઝાઇન કરેલી ઇમારતોની મુલાકાત લોરી બેકર વોક અંતર્ગત યોજાઇ હતી. તેમણે વડોદરામાં જ્યોતિ કંપનીમાં અને નવરચના સ્કૂલ તથા સ્કૂલ પરિસરમાં અભિલાષા નામની હોસ્ટેલ સહિતની ઇમારતોની ડિઝાઇન તૈયાર કરી હતી. લોરી બેકર ગાંધીજીથી પ્રભાવિત થઇને ભારતમાં કેરલ ખાતે સ્થાયી થયા હતા. વોકમાં ગોરવા ખાતેની જ્યોતિ કંપનીની પાંચ માળની ઇમારતની ડિઝાઇનની માહિતી અપાઇ હતી.

આ ઇમારતના ત્રીજા માળે ઓડિટોરિયમ ડિઝાઇન કર્યું હતું. આજથી 50 વર્ષ અગાઉ પણ માત્ર પંખાઓથી જ સમગ્ર બિલ્ડિંગમાં ઠંડક અનુભવાતી હતી. લોરી બેકર સ્થાનિક મટિરિયલ અને સ્થાનિક વાતાવરણને ધ્યાનમાં રાખીને જ ઇમારતોની ડિઝાઇન તૈયાર કરતા હતા. હેરિટેજ ફેસ્ટિવલમાં પીએન ગાડગીલ ગેલરી ખાતે ભારતીય સંસ્કૃતિ-તહેવારોના ફોટોનું એક્ઝિબિશન યોજાયું છે.

અન્ય સમાચારો પણ છે...