બે વર્ષ પછી ભગવાન નગરચર્ચાએ નીકળ્યા:વડોદરામાં ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડામાં માનવ મહેરામણ ઉમટ્યું, ઠેર-ઠેર સ્વાગત કરાયું

વડોદરા3 મહિનો પહેલા
આજે દેવપોઢી અગિયારસે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી નગરચર્ચાએ નીકળ્યા છે - Divya Bhaskar
આજે દેવપોઢી અગિયારસે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી નગરચર્ચાએ નીકળ્યા છે
  • વિઠ્ઠલનાથજીના જયઘોષથી સમગ્ર માર્ગ ભક્તિમય વાતાવરણમાં તરબોળ થયો

કોરોના કાળમાં બે વર્ષ બાદ વડોદરામાં આજે દેવપોઢી અગિયારસે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી નગરચર્ચાએ નીકળ્યા છે. મહારાજા ગાયકવાડ સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટ અંતર્ગત માંડવી નજીક આવેલા સુપ્રસિદ્ધ વિઠ્ઠલનાથજી મંદિરમાંથી વર્ષો જૂની પ્રણાલી મુજબ સવારે 9 વાગ્યે અષાઢી સુદ એકાદશી નિમિત્તે ભગવાનનો વરઘોડો નીકળ્યો છે. ભગવાન ચાંદીના રથમાં બેસી નગરજનોના સામેથી લોક દર્શનાર્થે સંસ્કારી સયાજી નગર યાત્રામાં નીકળ્યા છે.

ગાયકવાડ પરિવારે પૂજા અર્ચના કરી
શ્રી વિઠ્ઠલનાથજીની રથયાત્રામાં પ્રણાલી અનુસાર ગાયકવાડ પરિવાર દ્વારા મંગલમય પૂજા અર્ચના કરી હતી. આરતી બાદ સોના-ચાંદીના રથમાં શ્રીજીનો વરઘોડો શ્રી વિઠ્ઠલનાથજીના જયનાદ, શરણાઈ સાથે તથા ભજન મંડળીઓ તેમજ ધાર્મિક નિશાન ડંકા , બેન્ડવાજા, ઘોડાબગી સાથે નીકળ્યો છે.

સાંજે વરઘોડો મંદિરે પરત ફરશે
માંડવી , લહેરીપુરા ગેટથી ન્યાયમંદિર થઇ આગળથી થઈને જ્યુબિલીબાગ, રાવપુરા ટાવર, કોઠી ચાર રસ્તા , આરાધના સિનેમા થઇ કિર્તિ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિરમાં બપોરે 2 કલાકે પહોંચશે . ત્યાં ભગવાન શ્રી હરીહરની ભેટ કરી તેમજ પૂજન- અર્ચના આરતી બાદ સાંજના 5 કલાકે વિઠ્ઠલનાથજી મંદિરે પરત ફરશે.

ભગવાન વિઠ્ઠલનાથજીનું ઠેર-ઠેર સ્વાગત કરાયું
ભગવાન વિઠ્ઠલનાથજીનું ઠેર-ઠેર સ્વાગત કરાયું
વિઠ્ઠલનાથજીના જયઘોષથી સમગ્ર માર્ગ ભક્તિમય વાતાવરણમાં તરબોળ થયો.
વિઠ્ઠલનાથજીના જયઘોષથી સમગ્ર માર્ગ ભક્તિમય વાતાવરણમાં તરબોળ થયો.
અન્ય સમાચારો પણ છે...