પરંપરા / ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો પણ નહીં નીકળે, કોરોનાને પગલે 210 વર્ષની પરંપરા તૂટશે

Lord Vitthalnathji's horse will not come out, 210 years old tradition will be broken following Corona
X
Lord Vitthalnathji's horse will not come out, 210 years old tradition will be broken following Corona

દિવ્ય ભાસ્કર

Jun 28, 2020, 04:00 AM IST

વડોદરા. 1 જુલાઈએ દેવપોઢી એકાદશી નિમિત્તે 210 વર્ષથી નીકળતો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો કોરોનાને પગલે પહેલી વખત 211મા વર્ષે નહીં નીકળે.

દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર દ્વારા દર વર્ષે દેવઊઠી અને દેવપોઢી એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો કાઢવામાં આવે છે. જોકે ચાલુ વર્ષે કોરોના મહામારીના પગલે ચાલુ વર્ષે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા  દેવપોઢી એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજીની માંડવીથી નીકળનારી 211મીયાત્રાની સવારી રાજમાર્ગો પર નહિ નીકળે. જોકે ગાયકવાડ પરિવાર દ્વારા દેવપોઢી એકાદશી નિમિત્તે મંદિરમાં પૂજા કરાશે. જે બાદ મંદિરની અંદર જ નાના રથમાં ભગવાન વિઠ્ઠલનાથજી પધારશે. જ્યારે જાહેર જનતા માટે દર્શનનો સમય 1 જુલાઈ ને બુધવારે સવારે 10 થી 1 તથા સાંજે 4 થી 7 રહેશે.  

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી