તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:વડોદરામાં 5.5 કિમીની ભગવાન જગન્નાથની રથયાત્રા પોણા બે કલાકમાં પૂર્ણ, ભક્તો દર્શનથી વંચિત રહ્યા, સાધુ-સંતો અને પોલીસ જવાનોએ રથ ખેંચ્યો

વડોદરા2 મહિનો પહેલા
ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા નગર ચર્યાએ નીકળ્યા હતા
  • પરંપરા મુજબ મેયરે પહિંદવિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યો હતો
  • ખલાસી, આયોજકો સહિત 100 લોકો જોડાયા, યાત્રા રૂટ પર 3 હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત
  • સ્ટેશનથી સવારે 9 વાગે નીકળેલી રથયાત્રા 15 મિનિટ વહેલી 10.45 કલાકે સંપન્ન કરી દેવાઈ
  • ટાવર પાસે રથનાં પૈડાંની બ્રેક ચોંટીં ગઇ, ટેક્નિકલ ખામી દૂર કરતાં માત્ર 2 મિનિટમાં યાત્રા ફરી શરૂ થઇ
  • યાત્રા સમયે બહાર નીકળતા લોકોને પોલીસે લાકડી બતાવી ઘરમાં જતા રહેવા ચેતવણી આપી

આજે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા નગર ચર્યાએ નીકળ્યા હતા. સવારે 9 કલાકે સ્ટેશન ખાતેથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો અને 5.5 કિમીની રથયાત્રા નિર્ધારિત સમય પહેલા જ 10ઃ45 વાગ્યે રથયાત્રા પૂર્ણ થઇ હતી. પરંપરા મુજબ મેયર કેયુર રોકડિયાએ સોનેરી ઝાડુથી પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યો હતો. પોલીસના જડબેસલાક બંદોબસ્ત વચ્ચે ખુલ્લા માર્ગો પર ભગવાન જગન્નાથ સામેથી દર્શન આપવા માટે નીકળ્યા હોવા છતાં કોરોનાના કારણે શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત રહ્યા હતા. જોકે, રથયાત્રાના રૂટ પર આવેલી પોળોના લોકોએ ભગવાનના દર્શન કર્યાં હતા. રેલવે સ્ટેશન ખાતેથી નીકળેલી રથયાત્રામાં હરે કૃષ્ણ હરે રામા અને જય જગન્નાથના નાદ સાથે નીકળેલી રથયાત્રાએ ભક્તિમય વાતાવરણ સર્જી દીધુ હતું.

શહેરમાં આવતા માર્ગો પર પ્રવેશબંધી
દર વર્ષે ભગવાનનો રથ ભક્તો દ્વારા ખેંચવામાં આવે છે, પરંતુ આ વર્ષે મંદિરના સાધુ સંતો, પોલીસ જવાનો અને નક્કી કરેલા શ્રદ્ધાળુઓ દ્વારા રથ ખેંચવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ રથ ખેંચ્યો હતો. રથયાત્રા દરમિયાન નગરજનો રથયાત્રાના રૂટ પર આવી ન જાય તે માટે સમગ્ર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા પ્રવેશબંધી કરતા બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા. મુખ્યમાર્ગોની પોળો પણ બેરીકેટ લગાવીને સીલ કરી દેવામાં આવી હતી. આજે અષાઢી બીજના દિવસે આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

સવારે 9 કલાકે સ્ટેશન ખાતેથી રથયાત્રાનો પ્રારંભ થયો
સવારે 9 કલાકે સ્ટેશન ખાતેથી રથયાત્રાનો પ્રારંભ થયો

નોકરી-ધંધાર્થે નીકળનાર લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું
રથયાત્રા રૂટ સિવાયના તમામ માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ નોકરી-ધંધાર્થે નીકળનાર લોકો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. પોલીસ જવાનોને પણ વર્ષો બાદ ભગવાનના દર્શનનો લ્હાવો મળ્યો હતો.

સાધુ સંતો, પોલીસ જવાનો અને નક્કી કરેલા શ્રદ્ધાળુઓ દ્વારા રથ ખેંચવામાં આવ્યો
સાધુ સંતો, પોલીસ જવાનો અને નક્કી કરેલા શ્રદ્ધાળુઓ દ્વારા રથ ખેંચવામાં આવ્યો

રથયાત્રાનો રૂટ
વડોદરા શહેરના ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવતી રથયાત્રા રેલવે સ્ટેશન નજીક હિરકબાગ પાસેથી સવારે 9 વાગ્યે નીકળી હતી અને એમ.એસ. યુનિવર્સિટી રોડ, કાલાઘોડા સર્કલ, પંચમુખી હનુમાન મંદિર, કોઠી ચાર રસ્તા, રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા, અમદાવાદી પોળ, ગાંધીનગર ગૃહ, પ્રતાપ સિનેમા, સુરસાગર તળાવ, લાલકોર્ટ, વીર ભગતસિંહ ચોક, મદનઝાપા રોડ, પથ્થરગેટ પોલીસ ચોકી, આઝાદ મેદાન, જયરત્ન બિલ્ડિંગ ચાર રસ્તા, બગીખાના ચાર રસ્તા થઇને બરોડા હાઇસ્કૂલ ખાતે પૂર્ણ થઇ હતી.

રથયાત્રા રૂટ સિવાયના તમામ માર્ગો સુમસામ જોવા મળ્યા હતા
રથયાત્રા રૂટ સિવાયના તમામ માર્ગો સુમસામ જોવા મળ્યા હતા

'નો પાર્કિંગ ઝોન' અને 'ટ્રાફિક ડાયવર્ઝન'નું જાહેરનામુ બહાર પાડ્યું
વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં રથયાત્રાના રૂટ પર 'નો પાર્કિંગ ઝોન' અને 'ટ્રાફિક ડાયવર્ઝન'નું જાહેરનામુ બહાર પાડ્યું હતું. જે સવારે 6
વાગ્યાથી લઇને 11 વાગ્યા સુધી લાગુ રહ્યું હતું.

શહેરમાં પોલીસના જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
શહેરમાં પોલીસના જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
મુખ્યમાર્ગોની પોળો પણ બેરીકેટ લગાવીને સીલ કરી દેવામાં આવી
મુખ્યમાર્ગોની પોળો પણ બેરીકેટ લગાવીને સીલ કરી દેવામાં આવી
પોલીસ જવાનોને પણ વર્ષો બાદ ભગવાનના દર્શનનો લ્હાવો મળ્યો હતો
પોલીસ જવાનોને પણ વર્ષો બાદ ભગવાનના દર્શનનો લ્હાવો મળ્યો હતો

સ્ટેશનથી માત્ર 6 મિનિટમાં રથ કાલાઘોડા પહોંચી ગયો

​​​​​​​ઈસ્કોન મંદિરમાં સવારે 7:20 કલાકે મેયર કેયુર રોકડિયા દ્વારા શ્રૃંગાર આરતી કર્યા બાદ પોણા આઠ વાગે મંદિરમાંથી ભગવાનને રેલ્વે સ્ટેશન ખાતે લઈ જઈ રથમાં બિરાજમાન કરાવ્યાં હતાં. મેયર દ્વારા આરતી કર્યા બાદ પહિંદવિધી કરાઇ હતી. શહેર ભાજપ પ્રમુખ ડૉ. િવજય શાહ, મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સહિતના નેતાઓ જોડાયા હતા. સવારે 9 વાગે શરૂ થયેલી યાત્રામાં રથ માત્ર 6 મિનિટની અંદર સ્ટેશનથી કાલાઘોડા પહોંચી ગયો હતો.

રાવપુરા રથ પહોંચ્યા બાદ ખલાસીઓને બદલાયા હતાં. પાંચ મિનિટનો વિરામ લેવાયો હતો. ટાવર ચાર રસ્તા પાસે રથના ટાયરની બ્રેક ચોંટી ગઈ હતી. હાઈડ્રોલિક બ્રેકને તાત્કાલિક સરખી કરતા 2 મિનિટમાં રથ પાછો શરૂ થયો હતો. ​​​​​​​

પોલીસ કમિશનર, ડીસીપી સહિતના અધિકારીઓએ ભગવાનનો રથ ખેંચ્યો
પોલીસ કમિશનર, ડીસીપી સહિતના અધિકારીઓએ ભગવાનનો રથ ખેંચ્યો

​​​​​​​લોકોએ ગેલેરીમાંથી ભગવાનના દર્શન કર્યા, પોલીસે ધાબા પરથી નજર રાખી​​​​​​​

​​​​​​​રસ્તામાં લોકો ઘરની બાલ્કનીમાંથી દર્શન કરતા જોવા મળ્યા હતા. જયરત્ન ચાર રસ્તા પાસેની બહુમાળી ઇમારતોમાંથી લોકોએ ઘરની ગેલેરીમાંથી દર્શન કર્યા હતા. જ્યારે પોલીસે તેમનાજ ધાબા પર ઉભા રહીને બંદોબસ્ત પર નજર રાખી હતી.

શહેરભરમાં નાકાબંધી, VIP રોડ પર ટ્રાફિક જામ, લોકો કંટાળી જતાં રહ્યાં

પોલીસે ઠેર ઠેર રસ્તાઓ પર બેરિકેડ મૂકીને લોકોને પોતાના ગંતવ્યસ્થાન પર પહોંચતા અટકાવીને અન્ય રસ્તાઓ પર ધકેલ્યા હતા. ત્યારે વીઆઇપી રોડ પર દસ વાગ્યાના સુમારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.

અન્ય સમાચારો પણ છે...