2 ઈંચ વરસાદની વાસ્તવિકતા:કમાન્ડ સેન્ટરના કેમેરા જોઈ મેયરે કહ્યું, 10 ઈંચ વરસાદ પડે તો પણ પાલિકા સક્ષમ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
બજારોમાં પાણી - રાવપુરા રોડ - Divya Bhaskar
બજારોમાં પાણી - રાવપુરા રોડ
  • 70 થી વધુ વિસ્તારમાં પાણીનો ભરાવો
  • 25000 થી વધુ લોકો ટ્રાફિકમાં ફસાયાં
  • 350થી વધુ ઘર-દુકાનોમાં પાણી ઘૂસ્યાં

મંગળવારે શહેરમાં સવારથી છૂટાછવાયા ઝાપટા બાદ બપોરે 4 થી રાત્રે 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી પડયો હતો. જેના કારણે શહેરના ચાર દરવાજા વિસ્તાર સહિત રાવપુરા વિસ્તાર તળાવમાં ફેરવાઇ ગયો હતો. જ્યારે 70થી વધુ સોસાયટી વિસ્તારો પણ બેટમાં ફેરવાઇ ગયા હતા.

રોડ બેસી ગયો - નવાયાર્ડ
રોડ બેસી ગયો - નવાયાર્ડ

350થી વધુ ઘરો-દુકાનોમાં પાણી ભરાયાં હતાં. ભારે વરસાદના કારણે વેપારીઓએ બજાર વહેલું બંધ કરી દીધું હતું. ગોરવા રાજીવ નગરના ઘરોમાં પાણી ભરાયા હતા. બે દિવસમાં શહેરમાં 138 મિમી સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરમાં મંગળવારે સાંજે પડેલા ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતાં.

પાણીમાં રસ્તો ખોવાયો - સુભાનપુરા
પાણીમાં રસ્તો ખોવાયો - સુભાનપુરા

રોડ પર ટ્રાફિક જામનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં. 25 હજારથી વધુ લોકો ટ્રાફિકમાં અટવાયા હતા. મેયર કેયુર રોકડિયાએ સાંજે સિટી કમાન્ડ કંટ્રોલ ખાતે જઇ માહિતી મેળવી હતી. તેમણે દાવો કર્યો કે, 10 ઇંચ વરસાદ પડે તો પણ પાલિકા સક્ષમ છે. જ્યારે શહેરની વાસ્તવિકા કંઇ જુદી હતી.

સોસાયટીમાં પાણી - વાઘોડિયા રિંગ રોડ
સોસાયટીમાં પાણી - વાઘોડિયા રિંગ રોડ

આજવા રોડ, ખોડિયારનગર, વાઘોડિયા રોડ, ચાર દરવાજા, અડાણિયા પુલ, રાવપુરા, નવા બજાર, નવાપુરા, દાંડીયા બજાર, રાજમહેલ રોડ, ફતેગંજ, નવાયાર્ડ, ગોરવા, સુભાનપુરા સહિતના વિસ્તારમાં પાણી ભરાયાં

ઘરોમાં પાણી - રાજીવનગર, ગોરવા
ઘરોમાં પાણી - રાજીવનગર, ગોરવા

ઊંડેરાના 150 રહીશોનું સ્થળાંતર, શાળામાં આશ્રય
સરદાર એસ્ટેટ જય અંબે નગર સહિતના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ગોરવા રાજીવ નગરના 180 મકાનોમાં પાણી ઘૂસતા રહીશો માટે ટીમ રિવોલ્યુશને ભોજનની વ્યવસ્થા કરી હતી. ઉંડેરાના 150 લોકોનું શાળામાં સ્થળાંતર કરાતા રાજેશ આયરે દ્વારા જમવાની સુવિધા કરાઇ હતી.

બગીચાઓમાં પાણી - હેડગેવાર ઉદ્યાન, સમા
બગીચાઓમાં પાણી - હેડગેવાર ઉદ્યાન, સમા

છાણી, સરદાર એસ્ટેટ, ચાર દરવાજા, ગેંડા સર્કલ સહિતનાં વિસ્તારમાં ટ્રાફિક જામ
ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા જેના પગલે વિવિધ વિસ્તારમાં ટ્રાફીક જામ સર્જાયો હતો જેમાં લોકો ફાસાયા હતા. શહેરના છાણી,સરદાર એસ્ટેટ,ચાર દરવાજા,ગેંડા સર્કલ સહિત રાજમહેલ રોડ,દાંડીયા બજાર સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ થયો હતો.

ગરનાળઉું છલકાયું, અલકાપુરી
ગરનાળઉું છલકાયું, અલકાપુરી

વરસાદમાં પાંચ જગ્યાએ ઝાડ પડ્યાં​​​​​​​​​​​​​​
શહેરમાં મંગળવારે પડેલા ધોધમાર વરસાદમાં ઝાડ પડવાનો સિલસિલો પણ ચાલુ રહ્યો હતો તરસાલી સલાટવાડા વડિ વાડી અને કોર્પોરેશનના મેઈન ગેટ ની સામે તેમજ બહુચરાજી મંદિર પાસે પણ ઝાડ પડવાની ઘટનાનો થઈ હતી સવારથી રસ્તો ખુલ્લો કરવાની કામગીરીમાં દોડતું રહ્યું હતું કોઈને ઇજા કે વાહન દબાવવાની ઘટના નોંધાઈ નથી

રોડ પર ભૂવો પડ્યો, સંગમ રોડ
રોડ પર ભૂવો પડ્યો, સંગમ રોડ
પ્લોટ તળાવ બન્યા, ભાયલી
પ્લોટ તળાવ બન્યા, ભાયલી

આજવા 208.75 અને વિશ્વામિત્રી 12 ફૂટ ​​​​​​​
આજવા સ્ત્રાવ વિસ્તારમાં પણ છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે આજવા અને વિશ્વામિત્રીની સપાટી વધી હતી. 11 મી તારીખ સવારે 6 થી 12 તારીખ સાંજ સુધીમાં આજવામાં 50 મિમી, પ્રતાપપુરામાં 48 મિમી, હાલોલમાં 32 મિમી, ગણતરવાવમાં 54 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો. રાત્રે 11 વાગ્યે આજવાની સપાટી 208.75 ફૂટ તથા વિશ્વામિત્રીની સપાટી 12 ફૂટ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...