તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

18+નું વેક્સિનેશન શરૂ:વડોદરામાં વહેલી સવારથી વેક્સિન લેવા યુવાનોની લાંબી-લાંબી કતારો લાગી, વ્યવસ્થાનો અભાવ-ટેક્નિકલ ખામીના કારણે લોકો અટવાયા

વડોદરા12 દિવસ પહેલા
વડોદર શહેરમાં 18 વર્ષથી 44 વર્ષના નાગરિકો માટે આજથી 76 સેન્ટર પર રસીનો પ્રારંભ થયો છે
  • 18 વર્ષથી 45 વર્ષના નાગરિકો માટે આજથી વડોદરાના શહેરના 76 સેન્ટર પર રસીનો પ્રારંભ થયો
  • વેક્સિનેશન અભિયાનના પહેલા દિવસે આજે 10 હજાર લોકોને રસી આપવામાં આવશે

ગુજરાત સરકાર દ્વારા વડોદરા સહિત 10 જિલ્લામાં 18થી 44 વર્ષની ઉંમર સુધીના નાગરિકોને આજથી રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં 76 સ્થળોએ રસી આપવાનું શરૂ કરાતા આજે વહેલી સવારથી ઠેર-ઠેર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.

વિવિધ સેન્ટરો ખાતે યુવાનો લાઇનો જોવા મળી
કેન્દ્ર સરકારે આજથી દેશના તમામ 18થી 44 વર્ષના લોકોને કોરોના રસી આપવાનું અભિયાન શરૂ કર્યું છે. જેના પગલે ગુજરાતમાં આજથી તેનો પ્રારંભ થયો છે. આજથી વડોદરામાં 18 વર્ષથી વધુ વયના યુવાનો માટે રસીકરણ શરૂ થયુ છે અને તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત છે, પરંતુ, વ્યવસ્થાના અભાવે અથવા તો ટેક્નિકલ ખામીના કારણે લોકોએ પરેશાની વેઠવી પડી છે. વડોદરા શહેરના વિવિધ સેન્ટરો ખાતે લોકો રસી માટે પહોંચ્યા હતા. જેથી લાંબી લાંબી કતારો જોવા મળી હતી. લોકોનું રજીસ્ટ્રેશન તો થયુ, પરંતુ, એપોઈન્ટમેન્ટ સ્લોટ બુક ન થવાના કારણે પરેશાની વેઠવી પડી હતી.

યુવાનોએ આજે પહેલા દિવસે ઉત્સાહભેર વેક્સિન લીધી હતી
યુવાનોએ આજે પહેલા દિવસે ઉત્સાહભેર વેક્સિન લીધી હતી

SMS અને આઇડી પત્ર બતાવવું ફરજીયાત
જે નાગરિક પાસે એપોઇન્ટમેન્ટ હશે તેને જ તે તારીખ મુજબ રસી આપવામાં આવશે અને તેના માટે જે તે SMS અને આઇડી પત્ર બતાવવું ફરજીયાત છે. આ વય જૂથમાં ઓફલાઇન રજિસ્ટ્રેશન પણ માન્ય રાખવામાં આવ્યું નથી. આજે પહેલા દિવસે નિયત કરાયેલા કેન્દ્ર ખાતે 140 લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે અને તે મુજબ પ્રથમ દિવસે 10 હજાર લોકોને વેક્સિન મળશે. બીજા દિવસથી 8માં દિવસ સુધી રોજ પ્રતિ કેન્દ્ર 70 લોકોને વેક્સિન આપવામાં આવશે. 18થી 45 વર્ષના વયજૂથ માટે રાજ્ય સરકારે ફાળવેલી વેક્સિનનો જ ડોઝ આપવાનો છે અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કેન્દ્ર સરકારે આપેલા જૂના ડોઝનો ઉપયોગ કરવાનો છે.

લોકોનું રજીસ્ટ્રેશન તો થયુ, પરંતુ, એપોઈન્ટમેન્ટ સ્લોટ બુક ન થવાના કારણે પરેશાની વેઠવી પડી હતી
લોકોનું રજીસ્ટ્રેશન તો થયુ, પરંતુ, એપોઈન્ટમેન્ટ સ્લોટ બુક ન થવાના કારણે પરેશાની વેઠવી પડી હતી

10 જિલ્લાઓમાં આજથી રસીકરણ શરૂ
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ છે અને આજથી રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરી દેવાયું છે. ગુજરાત સહિત દેશભરમાં આજથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની કામગીરી શરૂ થઈ છે. જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે, તેવા 10 જિલ્લાઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં યુવાનોને આજથી વિનામૂલ્યે વેક્સીન આપવામાં આવી રહી છે. આ માટે તમામ લોકોએ cowin.gov.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો